એક સમય હતો જ્યારે ગોવિંદા સુપરસ્ટાર હતા અને તેના લાખો ફેન્સ તેને ખૂબ પ્રેમ કરતા હતા. પછી એવું તો શું થયું કે ગોવિંદા જેવા સુપરસ્ટારનું ફિલ્મી કરિયર ખરાબ રીતે બરબાદ થઈ ગયું. આ માટે ગોવિંદાએ કરેલી 5 ભૂલો વિશે જાણવું જરૂરી છે, જેના કારણે ગોવિંદાના ફિલ્મી કરિયરને બ્રેક લાગી ગઈ.
1) ગોવિંદાની પહેલી ભૂલ :
ગોવિંદાની સૌથી મોટી ભૂલ તેનું મોડા આવવું છે, જેના માટે તેને નુકસાન સહન કરવું પડે છે. અહેવાલો અનુસાર, ગોવિંદા શૂટિંગમાં ખૂબ મોડો પહોંચતો હતો, જેના કારણે ફિલ્મના અન્ય કલાકારોને રાહ જોવી પડતી હતી અને તે ખૂબ ગુસ્સે થઈ જતા હતા. આ કારણે ફિલ્મ નિર્માતાઓ પણ ગોવિંદાથી નારાજ રહેતા હતા. ગોવિંદાને તેના મોડા આવવાનું નુકશાન સહન કરવું પડ્યું અને તેની કારકિર્દીનો ગ્રાફ નીચે આવવા લાગ્યો.
2) ગોવિંદાની બીજી ભૂલ :
ગોવિંદાની બીજી મોટી ભૂલ ડેવિડ ધવન સાથેનો ઝઘડો છે. ગોવિંદાએ ડેવિડ ધવન સાથે ઝઘડો કર્યો તો ડેવિડે ગોવિંદાને કામ આપવાનું બંધ કરી દીધું હતું. એક સમય હતો જ્યારે ગોવિંદા અને ડેવિડ ધવનની જોડીએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી, પરંતુ બંને વચ્ચેની લડાઈ બાદ ગોવિંદાની કારકિર્દીનો ગ્રાફ નીચે જવા લાગ્યો હતો.
3) ગોવિંદાની ત્રીજી ભૂલ :
ગોવિંદા એક સારો એક્ટર અને એક ઉમદા ડાન્સર છે, તેમ છતાં તેણે પોતાની ફિટનેસ પર બિલકુલ ધ્યાન ન આપ્યું. ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, પરંતુ ગોવિંદાએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહીં, જેના કારણે તેને કામ ઓછું મળ્યું અને તેની જગ્યાએ નવા લોકોને કામ આપવામાં આવ્યું.
4) ગોવિંદાની ચોથી ભૂલ :
રાજકારણમાં પ્રવેશ કરવો એ ગોવિંદાની ચોથી મોટી ભૂલ છે. બિગ બી અમિતાભ બચ્ચને પણ સ્વીકાર્યું હતું કે રાજકારણ તેમને અનુકૂળ નથી અને ગોવિંદા સાથે પણ એવું જ થયું. રાજકારણમાં તેમનો સમય આપવાને કારણે, ગોવિંદાનું એક્ટિંગ કરિયર ખરાબ રીતે પ્રભાવિત થયું અને તેનું ફિલ્મી કરિયર નીચે પડવા લાગ્યું
5) ગોવિંદાની પાંચમી ભૂલ :
સલમાન ખાન સાથેનો પંગો પણ ગોવિંદા માટે ભારે પડ્યો હતો. સલમાન ખાન અને ગોવિંદાના સંબંધો પહેલા સારા હતા, પરંતુ પછી બંને વચ્ચે અંતર આવી ગયું. વાત જાણે એમ હતી કે, સલમાન ખાન દબંગ ફિલ્મથી ગોવિંદાની દીકરીને લૉન્ચ કરવાનો હતો, પરંતુ જ્યારે એવું ન થયું ત્યારે બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ, જેની અસર ગોવિંદાના કરિયર પર પણ પડી.