હેલ્ધી ડાયટ દ્વારા, ડાયાબિટીસના દર્દીઓ પોતાને ઘણી હદ સુધી ફિટ અને સ્વસ્થ રાખી શકે છે. પરંતુ તેમાંથી ઘણાને ખ્યાલ નથી હોતો કે ડાયાબિટીસના દર્દીઓ માટે હેલ્ધી કહેવાતા ફૂડ ખતરનાક બની શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે, ‘ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર છે. ડાયાબિટીસના દર્દીઓની ઇમ્યુનિટી નબળી હોય છે. આવી સ્થિતિમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ડાયટ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગ્લુકોઝ ખોરાક દ્વારા જ લોહીમાં પહોંચે છે, જેનાથી શરીરમાં એનર્જી આવે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓ સાથે આવું થતું નથી, તેમના શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય છે. એમને ખબર નથી હોતી કે હેલ્ધી કહેવાતા ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક છે.
ચોખાઃ ચોખામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જે શરીરમાં શુગરનું સ્તર વધારે છે. જો ડાયાબિટીસના દર્દીઓને ભાત ખાવાનું મન હોય તો બ્રાઉન રાઈસ ખાઓ
કેળાઃ મેગ્નેશિયમ, ફાઈબર અને કેલ્શિયમથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પાકેલા કેળા ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે, કારણ કે તેમાં નેચરલ સુગરનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જ્યારે કાચા કેળામાં ઓછી સુગર હોય છે
ફળોના રસઃ પેક્ડ જ્યુસમાં પ્રિઝર્વેટિવ્સ અને શુગરનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં કાર્બોહાઈડ્રેટનું સ્તર વધારે છે. પેક્ડ જ્યુસને બદલે તાજા ફળો ખાવા વધુ સારું રહેશે.
કોફી: કોફી એનર્જી લેવલ અને ફોક્સ કરવાની ક્ષમતામાં વધારો કરે છે, પરંતુ ખાંડને કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાંડ વિનાની બ્લેક કોફી તેમના માટે યોગ્ય છે.
મધ: તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓછું ગળ્યું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ તેને વિકલ્પ તરીકે લઈ શકે છે, પરંતુ જો વધુ ખાવામાં આવે તો શરીરમાં સુગરનું સ્તર વધી શકે છે.
ડ્રાય ફ્રૂટ્સ: કિસમિસ, અંજીરમાં મીઠાશ હોવાને કારણે આ ડ્રાય ફ્રૂટ્સ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે
સ્મૂધીઃ સ્મૂધી વજન ઘટાડવામાં જેટલી ફાયદાકારક છે તેટલી જ તે ડાયાબિટીસમાં પણ તકલીફદાયક છે. સ્મૂધીમાં શુગરની માત્રા વધુ હોવાને કારણે શરીરમાં શુગરનું સ્તર વધી શકે છે.