સાઉથના એ સુપરસ્ટાર જેમને એમના પાર્ટનરને આપ્યો દગો, ચર્ચામાં રહ્યા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે એક્સ્ટ્રા મેરિટલના ઘણા કિસ્સા સાંભળ્યા જ હશે. કોઈ પરણિત એકટર કે એક્ટ્રેસનું બહાર અફેર થઈ જવું એ સ્ટાર્સ માટે કોઈ મોટી વાત નથી રહી અને એવા કિસ્સા કહાનીઓ ફક્ત નવા સ્ટાર્સના જ નથી પણ આ તો ખૂબ જ જુના જમાનાથી ચાલતા આવ્યા છે. બોલિવુડના સેલેબ્સ એક્સ્ટ્રા મેરિટલ અફેર તો તમને કદાચ મોઢે યાદ હશે એટલે આજે અમે તમને જણાવીશું સાઉથના એ સુપરસ્ટાર્સ વિશે જેમને પરણિત હોવા છતાં બહાર પ્રેમ કર્યો
નાગાર્જુન-તબ્બુઃ
કહેવાય છે કે અમલા સાથે લગ્ન કર્યા પછી પણ તબ્બુ અને નાગાર્જુનનું અફેર 15 વર્ષ સુધી ચાલ્યું હતું. જો કે, નાગાર્જુને હંમેશા તબ્બુને માત્ર તેની સારી મિત્ર ગણાવી હતી. નાગાર્જુન પણ તેની પત્નીથી અલગ થવા માંગતા ન હતા, એટલે પછી તબ્બુએ નાગાર્જુન સાથે અંતર બનાવી લીધું. અમલા પણ નાગાર્જુનની બીજી પત્ની હતી.
કમલ હાસન-ગૌતમીઃ
રિપોર્ટ્સ અનુસાર, કમલ હાસનનું નામ અભિનેત્રી ગૌતમી સાથે પણ જોડાયું હતું. એવું કહેવાય છે કે અભિનેત્રી ગૌતમીએ પોતે 2016માં એમ કહીને બધાને ચોંકાવી દીધા હતા કે તે અને કમલ હાસન લગભગ 13 વર્ષથી સાથે છે અને હવે તે આ સંબંધનો વિરામ આપવા માંગે છે. એવું કહેવાય છે કે કમલ ત્યારે પણ ગૌતમીને ડેટ કરી રહ્યો હતો જ્યારે તે પત્ની સારિકા સાથે હતો, જો કે બાદમાં સારિકા અને કમલ હાસનના છૂટાછેડા થઈ ગયા.
ધનુષ-શ્રુતિ હાસનઃ
ધનુષ અને શ્રુતિ હાસન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બે મોટા નામ છે. બંનેએ વર્ષ 2011-2012માં તેમની ફિલ્મ ‘3’ના શૂટિંગ દરમિયાન તેમના અફેરની અફવાઓથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. એવા અહેવાલ હતા કે ફિલ્મના શૂટિંગ દરમિયાન, ધનુષ અને શ્રુતિ હાસન વધુને વધુ સમય સાથે વિતાવવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયે ધનુષ તેની પત્ની સાથે જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળતો હતો.
પ્રભુદેવા અને નયનતારાઃ
વર્ષ 2009માં પ્રખ્યાત કોરિયોગ્રાફર પ્રભુદેવા અને નયનતારાએ વિલ્લુ ફિલ્મમાં કામ કર્યું હતું. તે સમયે પ્રભુદેવા ત્રણ બાળકોના પિતા હતા, પરંતુ તેમ છતાં બંનેનો પ્રેમ વધવા લાગ્યો હતો. પ્રભુદેવા અને નયનતારા લિવ ઇનમાં રહેવા લાગ્યા. આનાથી પ્રભુદેવની પત્ની લતા ગુસ્સે થઈ ગઈ. નયનતારાએ લતાને બીજા લગ્નની પરવાનગી માગીને ફોન પણ કર્યો હતો અને લતાને 3 કરોડ રૂપિયાના સોનાના સિક્કા અને 85 લાખનો હાર ગિફ્ટમાં આપ્યો હતો. પરંતુ બાદમાં બંનેને અલગ થવું પડ્યું હતું.
શ્રીદેવી-બોની કપૂરઃ
શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરીથી દરેક લોકો વાકેફ છે. બોની કપૂરના પુત્ર અર્જુન કપૂરે પોતે આ બંનેના અફેર વિશે વાત કરી છે. જ્યારે બોની કપૂર શ્રીવેદીના પ્રેમમાં પડ્યો ત્યારે તે મોના શૌરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયો હતો, પરંતુ તેણે મોના સાથે છેતરપિંડી કરી હતી. બાદમાં બંનેએ છૂટાછેડા લીધા હતા. એ તો બધા જાણે છે કે બોની સાથે લગ્ન કરતા પહેલા જ શ્રીદેવી પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી, ત્યારપછી બંનેએ લગ્ન કરી લીધા