બોલિવૂડ અભિનેત્રી મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. બીમારીના કારણે તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. લેટેસ્ટ તસવીરોમાં એકવાર તેને ઓળખવી મુશ્કેલ બની જશે.એક્ટર અનુપમ ખેરે એક વીડિયો શેર કરીને મહિમા ચૌધરીને સ્તન કેન્સરથી પીડિત હોવાની માહિતી આપી છે.
આ વીડિયોમાં મહિમા કેન્સર સામેની તેની લડાઈ, રૂટિન અને અન્ય બાબતો વિશે જણાવતી જોવા મળે છે. તે જ સમયે અનુપમ ખેર અભિનેત્રીને પોતાનો હીરો ગણાવી રહ્યા છે.અનુપમ ખેરે વીડિયો સાથે લખ્યું છે કે મેં મહિમાને મારી ફિલ્મ ધ સિગ્નેચરમાં રોલ માટે લગભગ એક મહિના પહેલા ફોન કર્યો હતો, ત્યારે જ ખબર પડી કે તે કેન્સરથી પીડિત છે.
અનુપમ ખેરે શેર કરેલા વીડિયોમાં મહિમા ચૌધરી ખુરશી પર બેસીને બારી બહાર જોતી જોવા મળે છે. અનુપમે તેને પૂછ્યું કે તમે શું વિચારી રહ્યા છો? આના પર મહિમા કશું બોલતી નથી બસ કેમેરા પર ફોકસ કરવાનો પ્રયાસ કરે છે.
કેન્સરનું નિદાન થવાથી માંડીને મહિમા તેની હોસ્પિટલની મુસાફરી, તેની દિનચર્યા અને અન્ય બાબતો વિશે વાત કરતી જોવા મળે છે. આ દરમિયાન તે ભાવુક થઈ જાય છે. અનુપમ ખેરે વીડિયો સાથે લખ્યું કે, ‘મહિમા ઈચ્છતી હતી કે હું આ માહિતી લોકો સાથે શેર કરું. મિત્રો, કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. ભગવાનને પ્રાર્થના કરો.
અનુપમ ખેરે એમ પણ લખ્યું છે કે મહિમા ચૌધરી હવે સેટ પર પાછી ફરી છે અને ફરી ઉડવા માટે તૈયાર છે. જો કોઈ નિર્માતા-નિર્દેશક તેની સાથે કામ કરવા ઈચ્છે છે તો તેનો ખુલીને સંપર્ક કરો.
મહિમા ચૌધરીને કેન્સર હોવાનું નિદાન થયા પછી, સોશિયલ મીડિયા પર ઘણા વપરાશકર્તાઓ આઘાતમાં જોવા મળે છે અને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. યૂઝર્સ ઈચ્છી રહ્યા છે કે અભિનેત્રી જલ્દી સ્વસ્થ થઈને સેટ પર પાછા ફરે.