જો તમારું લક્ષ્ય વજન ઘટાડવાનું છે, પરંતુ ઘણા મહિનાઓથી ડાયટ ફોલો કરવા કે વર્કઆઉટ કર્યા પછી પણ તમારૂ વેઇટ લોસ નથી થઈ રહ્યું, તો તેનો અર્થ એ છે કે તમારે તમારી સવારની આદતો અને દિનચર્યામાં કેટલાક એવા ફેરફારો કરવા પડશે, જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે. ચાલો તમને જણાવીએ કે સવારની તે હેલ્ધી આદતો કઈ છે.
અમેરિકન જર્નલ ઑફ લાઇફસ્ટાઇલ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, લાંબા સમય સુધી હેલ્ધી હેબીટ્સને ફોલો કરીને, તમે વજનમાં વધારો અને સ્થૂળતા જેવી લાઇફસ્ટાઇલ સંબંધિત સમસ્યાઓને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. આ સિવાય તમે કેટલીક આદતો બદલીને અને નવી આદતો અપનાવીને પણ તમારા વધેલા વજનને ઘટાડી અથવા નિયંત્રિત કરી શકો છો.
ગરમ પાણી પીવું :
જો તમારૂ મેટાબોલિઝમ રાત્રિના સમયે ધીમુ પડી જાય છે, તો તેને એક્ટિવ કરવાની યોગ્ય રીત એ છે કે બીજા દિવસે સવારે ઉઠીને ઓછામાં ઓછું એક કે બે ગ્લાસ હુંફાળું પાણી પીવું. આનાથી ન માત્ર તમારું મેટાબોલિઝમ યોગ્ય રહેશે, પરંતુ મેટાબોલિઝમ પણ સરળતાથી કામ કરશે. આયુર્વેદ અનુસાર, દરરોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ અને 1 ચમચી મધના 1-2 ટીપાં નાખીને પીવો. જો તમે ઈચ્છો તો તેમાં એપલ સાઈડર વિનેગર પણ ઉમેરી શકો છો. તેનાથી તમે દિવસભર હળવાશ અને તાજગીનો અનુભવ કરશો.
બહુ જરૂરી છે એક્સરસાઇઝ :
ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે સવારે કરવામાં આવેલી 30-45 મિનિટની એક્સરસાઇઝ ખૂબ જ ફાયદાકારક છે. સવારે કરવામાં આવતી એક્સરસાઇઝ ફેટ ઝડપથી બર્ન કરે છે, જેનાથી વજન ઘટે છે. ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઘણી હદ સુધી ઘટી શકે છે.
ખાલી પેટ ચા કોફી ન પીઓ :
મોટાભાગના લોકોને એવી આદત હોય છે કે સવારે ઉઠ્યા પછી તરત જ તેઓને ચા અને કોફીની તલબ લાગે છે. ખાલી પેટ ચા અને કોફી પીવાથી એસિડિટી થાય છે અને અપચો અને માથાનો દુખાવો પણ થઈ શકે છે. તમે દિવસની શરૂઆત ચા અને કોફીને બદલે ગ્રીન ટીથી કરી શકો છો.
નાસ્તામાં લો હાઈ પ્રોટીન ફૂડ :
પૌષ્ટિકતાથી ભરપૂર હાઈ પ્રોટીન નાસ્તો તમને દિવસભર ઊર્જાવાન રાખે છે એ સાથે જ લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. એક રિસર્ચમાં સાબિત થયું છે કે હાઈ પ્રોટીન નાસ્તો કરવાથી પેટ ભરેલું રહે છે અને હાઈ પ્રોટીન બ્રેકફાસ્ટ શરીરમાં ભૂખના હોર્મોનને ઓછું કરવાનું કામ કરે છે. જેના કારણે વજન પણ ઓછું થાય છે, તેથી તમારા નાસ્તામાં કોટેજ ચીઝ, દહીં, ઈંડા, ચીઝ, બદામનો સમાવેશ કરવાનું ધ્યાન રાખો.
લો ફેટ ફૂડ ખાવાથી બચો :
જર્નલ ઑફ કન્ઝ્યુમર રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, જે લોકો ‘હેલ્ધી’ લેબલવાળી ફૂડ પ્રોડક્ટ્સ ખાય છે તેમને ભૂખ સંતોષવા માટે વધુ ખાવું પડે છે. આ ખાદ્યપદાર્થો ઝડપથી પચી જાય છે, ફરીથી ભૂખ લાગે છે અને વારંવાર ખાવાથી વજન વધે છે.
સવારનો હળવો તડકો લો
જો તમે શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂર્ણ કરવા માંગતા હોવ તો સવારે 15-20 મિનિટ સુધી હળવા સૂર્યપ્રકાશમાં બેસો. સૂર્યના કિરણોમાંથી મળતું વિટામિન ડી હાડકા અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે. એક અભ્યાસથી એ પણ સાબિત થયું છે કે શરીરમાં વિટામિન ડીની ઉણપને પૂરી કરવા માટે સપ્લીમેન્ટ્સ લેવા કરતાં તડકામાં બેસવું વધુ ફાયદાકારક છે. તેથી, સવારે વહેલા ઉઠ્યા પછી, ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યપ્રકાશ લો.
ઘણું બધું પાણી પીઓ :
એક અભ્યાસ મુજબ, 500 મિ.લી. પાણી મેટાબોલિક રેટને 30% સુધી વધારે છે. દિવસની શરૂઆત પાણીથી કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે એટલું જ નહીં, વજન પણ ઝડપથી ઘટે છે અને ભૂખ પણ નથી લાગતી.
આઠથી દસ કલાકની સારી ઊંઘ લો :
એક શોધ મુજબ જે લોકો વહેલા ઉઠે છે અને સમયસર એક્સરસાઇઝ અને બ્રેકફાસ્ટ કરે છે, દિવસભર શારીરિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે, તેમનું વજન પણ નિયંત્રણમાં રહે છે. તેથી સારા સ્વાસ્થ્ય માટે 8-10 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. સંપૂર્ણ ઊંઘ ન મળવાને કારણે મેટાબોલિઝમ પણ સરખી રીતે કામ કરતું નથી અને શરીરમાં હોર્મોન્સ અસંતુલિત રહે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે અને વજન વધે છે.
શારીરિક ગતિવિધિઓ વધારો :
એક અધ્યયન અનુસાર, એક્સરસાઇઝની સાથે સાથે જે લોકો દિવસભર કોઈને કોઈ શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે, તેમનું વજન કંટ્રોલમાં રહે છે. વોકિંગ, સાઈકલિંગ, ડાન્સિંગ, દોરડા કૂદવા વગેરેથી પણ વજન ઘટે છે. આ સિવાય બેંક, સ્કૂલ, માર્કેટ જવા માટે, પબ્લિક ટ્રાન્સપોર્ટને બદલે પગપાળા કે સાયકલ પર જવાથી વજન ઝડપથી ઓછું કરવામાં મદદ મળે