બાળકો માટે માતા પિતા આખું જીવન પોતાના મહેનત કરે છે. કહેવાય છે કે દુનિયામાં એક જ એવો સબંધ હોય છે જે નિસ્વાર્થ ભાવનો હોય છે અને એ છે માતા પિતાનો તેમના બાળકો સાથેનો.
આજે ઘણા માતા પિતા વૃધાશ્રમમાં પોતાનું જીવન જીવવા માટે મજબુર બન્યા છે. આજે અમે તમને એવી જ માતા વિષે જણાવીશું કે અમદાવાદમાં જેને પોતાનું આખું જીવન મહેનત કરીને પોતાના ત્રણ ત્રણ દીકરાઓને મોટા કર્યા અને જ્યારે ઘર નાનું પડવા લાગ્યું તો માતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટે જતા રહ્યાં.
આમદાવાદના ચંદલોડિયા વિસ્તારના રહેવાસી કમળાબેન દરજીના પતિનું વર્ષ ૨૦૦૧ માં મૃત્યુ થઇ જવાથી ૩ દીકરાઓની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. એ બાદ કમળા બેને સીવણ કામ કરીને એમના ત્રણ દીકરાઓને ભણાવ્યા ગણાવ્યા અને તેમના લગ્ન પણ કરાવ્યા. કમળાબેને દીકરાઓને મોટા કરવા માટે ઘણી બધી તકલીફો સહન કરી હતી.
કમળાબેને દીકરાઓની સ્કૂલની ફી ભરવાના પૈસા નહોતા તો ઘણીવાર ઉધાર પૈસા લઈને દીકરાઓને ભણાવ્યા પણ તેમ છતાં દીકરાઓને કઈ તકલીફ નથી પડવા દીધી. જ્યારે દીકરાઓ મોટા થયા અને એમના લગ્ન થયા ત્યારે કમળાબેને જાતે જ વૃદ્ધાશ્રમમાં રહેવા જવાનો નિર્ણય કર્યો અને દીકરાઓને કહ્યું કે તમે શાંતિથી ઘરમાં રહો.
છેલ્લા ઘણા સમયથી આજે કમળા બેન વૃદ્ધાશ્રમને જ પોતાનું ઘર માની લીધું છે. કમલાબેનના એક પુત્ર અને પુત્રવધુનું કોરોનમાં મૃત્યુ થઇ ગયું તો કમળા બેને પૌત્ર પૌત્રીની જવાબદારી પોતાના માથે લેવાની તૈયારી બતાવી પણ બાળકો મોટા હોવાથી તે અલગ અલગ રહેવા જતા રહયા. માતા એક એવી વ્યકતિ હોય છે કે બાળકો ભલે તેની સાથે ગમે તે કરે પણ તે હંમેશા તેમના વિષે સારું જ વિચારતા હોય છે.