બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજા સાથે લગ્ન બંધનમાં બંધાઈ ચુક્યા છે. કપલના લગ્ન કરવા માટે ચાર પંડિત આવ્યા હતા. ફેરા પહેલા ગાયત્રી મંત્ર સાંભળવામાં આવ્યો. રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ જોહરે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ફેરામાં બંધનની એક ગાંઠ બાંધી હતી. રણબીર કપૂરના ઘરે કરણ જોહર સિવાય કરીના કપૂર, સૈફ અલી ખાન, નવ્યા નવેલી નંદા, કરિશ્મા કપૂર, રણધીર કપૂર, અયાન મુખર્જી અને રિદ્ધિમાં કપૂર પહોંચ્યા હતા. આ સિવાય આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીએ પણ આ લગ્નમાં હાજરી આપી હતી
આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ અને એમની માતા સોની રાજદાન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં પહોંચ્યા હતા. એ દરમિયાન સોની રાજદાને ગુલાબી અને લીલા રંગની સાડી પહેરેલી દેખાઈ હતી.
ફિલ્મ નિર્માતા અને આલિયા ભટ્ટના મેન્ટર કરણ જોહર ગુલાબી રંગનો કુરતો પાયજામો પહેરીને લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. એ સિવાય પૂજા ભટ્ટ, મહેશ ભટ્ટ, સોની રાજદાન, નવ્યા નંદા, રીમાં જૈન , અરમાન જૈન અને અન્ય પણ વેડિંગ વેન્યુની બહાર સ્પોટ થયા હતા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નના વેન્યુની બહાર નીતુ કપૂર અને રિદ્ધિમાં કપૂરને સ્પોટ કરવામાં આવ્યા. પોતાના ભાઈના લગ્નમાં રિદ્ધિમાએ ગોલ્ડન લાહેંગો પહેર્યો હતો તો માતા નિતુએ ગુલાબી રંગનો લાહેંગો પહેર્યો હતો. તમને જણાવી દઈએ કે રિદ્ધિમાં કપૂર સાહનીના લાહેંગાને અબુ સંદીપે ડિઝાઇન કર્યો હતો
કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ રણબીર આલિયાના લગ્નમાં હાજર હતા. એ દરમિયાન કરીનાએ બ્લશ પિંક સાડી પહેરી હતી અને સૈફે પિંક કુરતો અને વ્હાઇલ જેકેટ પહેર્યું હતું
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ઓફિશિયલી મિસિસ કપૂર બનવાના થોડા સમયમાં જ પોતાના સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા શેર કર્યા છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર આલિયાએ રણબીર સાથેની ઘણી તસવીરો પોસ્ટ કરી. એમને કેપસનમાં લખ્યું છે આજે, પોતાના પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘરે અમારી મનગમતી જગ્યા પર, જે બાલ્કનીમાં અમે પોતાના સંબંધના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે, અમે ત્યાં જ લગ્ન કરી લીધા.
એમને આગળ લખ્યું કે અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમેં એકસાથે વધુ યાદો બનાવવા માટે રાહ નથી જોઈ શકતા…યાદો જે પ્રેમ, હાસ્ય, આરામદાયક મૌન, મુવી નાઈટ્સ, મૂર્ખતાભરેલો ઝગડાથી ભરેલી છે
અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધાના પ્રેમ માટે ધન્યવાદ. એને આ પળને વધુ ખાસ બનાવી દીધી છે. લવ…રણબીર અને આલિયા.