બૉલીવુડ ગાયકોની જેમ હવે ગુજરાતી ગાયકોની બોલબાલા પણ વધી રહી છે. બૉલીવુડ સેલેબ્સની જેમ ગુજરાતી સ્ટાર્સના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવામાં પણ ફેન્સને ખુબ જ રસ હોય છે. અને પોતાના ફેન્સને ખુશ રાખવા સેલેબ્સ પોતાના જીવન વિશે જોડાયેલી બાબતો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે
હાલમાં જ ગુજરાતની જાણીતી સિંગર અલ્પા પટેલે એમના પતિના જન્મ દિવસની કેટલીક તસવીરો એમ્ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં જન્મ દિવસનું સરસ એવું સેલિબ્રેશન થતું જોવા મળી રહ્યું છે. આ ફોટામાં અલ્પા બેન સાથે એમના પતિ ઉદય ગજેરા અને તેમનો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે.
પોતાના પતિને બર્થડે પર અલ્પા પટેલે એક ખાસ કેક પણ બનાવડાવી હતી. તમને જણાવી દઈએ કે લગ્ન પછી અલ્પા પટેલના પતિનો આ પહેલો જન્મ દિવસ હોવાના કારણે આ દિવસની ખુશી પણ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાતી હતી
તમને જણાવી દઈએ કે અલ્પાબેને એમના પતિ ઉદય ગજેરાની બર્થડે કેક ઉપર “લવ યુ ઉદય” લખાવ્યું હતું, એટલું જ નહીં અલ્પાબેન તેમના પતિને બર્થડે પર એક ખૂબ જ શાનદાર ગિફ્ટ પણ આપી હતી. આ ગિફ્ટ ખૂબ જ ખાસ અને મોંઘી પણ હતી.
પતિ ઉદય ગજેરાને અલ્પાબેને “આઈફોન 13 પ્રો” બર્થડે ગિફ્ટમાં આપ્યો છે, આ ફોનની કિંમતની વાત કરીએ તો ઓનલાઇન વેબસાઈટ પર જણાવેલ ભાવ અનુસાર આ ફોન 1 લાખ 29 હજાર રૂપિયાથી શરૂ થાય છે. પત્ની પાસે આવી ગિફ્ટ મેળવીને ઉદય ગજેરા પણ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે, જેની તસવીરો પણ ઉદય ગજેરાએ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. ઉદય ગજેરાએ શેર કરેલા ફોટામા તેમના પરિવારના સદસ્યો પણ જોવા મળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અલ્પા પટેલે એમના ભાઈનો બર્થડે પણ સેલિબ્રિટ કર્યો હતો અને અલ્પા પટેલે ભાઈને બર્થડે ગિફ્ટમાં રોયલ એનફીલ્ડ આપી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી
ગુજરાતની જાણીતી ગાયિકા અલ્પા પટેલે 17 ફેબ્રુઆરીના રોજ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા હતા. એ દરમિયાન અલ્પા પટેલે કરાવેલ પ્રિવેડિંગના ફોટાએ પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી.
લગ્ન પછી અલ્પા પટેલ અને ઉદય ગજેરાના હનીમૂનના ફોટા પણ ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં તેઓ હાથમાં હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા