કાળઝાળ ગરમીથી લોકો ત્રાંસી ગયા છે પણ હવે તો ચોમાસુ બેસી ગયું છે. જેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે જયારે હજુ ઘણા એવા વિસ્તારો પણ છે જ્યાં મેઘરાજાની હજી મહેરબાની થઈ નથી. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ અંગે આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતના ખેડૂતો માટે એક ખુબ જ સારા સમાચાર છે. એમની આગાહી પ્રમાણે હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ, મધ્ય ગુજરાતના ખેડૂતોએ વાવણીલાયક વરસાદ માટે હવે વધારે રાહ નહિ જોવી પડે.
ઉપર જણાવેલ બધા જ વિસ્તારોમાં ૩૦ જૂન સુધીમાં વરસાદ પડી શકે છે. નોંધનીય બાબતે છે કે આ બધા જ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડશે. સાથે જ મહેસાણા અને પાટણ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસશે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં સારો વરસાદ થશે જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
તમને જણાવી દઈએ કે હાલમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારમાં વાદળ છવાયેલા રહે છે. જે આવનારા દિવસોમાં મેઘરાજાની સવારી લઈને આવી પહોંચશે અને બધા જ લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે રાહનો અંત આવશે
હાલમાં ઘણા એવા વિસ્તારોમાં વરસાદ ચાલુ થઇ ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ હજુ સુધી નથી આવ્યો અને ૩૦ જૂનથી મેઘરાજાની સવારી આવી જશે.