હાલ જ્યાં દેશમાં ધર્મના નામે લોકો ઠેરઠેર લડતા જોવા મળે છે એવામાં કચ્છ જિલ્લાએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કચ્છના જખૌના એક મુસ્લિમ યુવકે મંદિર માટે પોતાની જમીન દાન કરીને સમગ્ર દેશ માટે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
કોમી રમખાણોના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.પરંતુ શાંતિપ્રિય કહેવાતા કચ્છ જિલ્લાએ ફરી એકવાર દેશભરમાં કોમી એકતાનો દાખલો પૂરો પાડ્યો છે.કચ્છના જખૌના એક મુસ્લિમ યુવકે મંદિર માટે પોતાની જમીન દાન કરીને કચ્છમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અબડાસા તાલુકો જે કચ્છને છેક છેવાડે આવેલો છે એનો ઇતિહાસ વીરતા અને સાંપ્રદાયિક ઈમાનદારીથી ભરેલો છે. અબડાસા તાલુકો એક એવો વિસ્તાર છે જ્યાં અબડા ગામ દાદા અડભંગ એટલે કે વીર અબદાએ પોતાના જીવનનું મુસ્લિમ છોકરીઓની સુરક્ષા માટે બલિદાન આપ્યું હતું. આવા બહાદુર વ્યક્તિત્વ વાળા કે જેને ધર્મનું સંરક્ષણ કરવા માટે જીવ આપી દીધો એમના કારણે આ વિસ્તાર અબડાસા તરીકે ઓળખાતો હતો.
હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો આ અબડાસા તાલુકામાં સદીઓથી સાથે-સાથે રહે છે. તો આ અબડાસા તાલુકામાંથી ફરી એકવાર કચ્છની કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે.
જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય સમાજના આદરણીય મોડપીર દાદાનું મંદિર જખૌના પોશાલ ચોકમાં આવેલું છે.આ મંદિરની બાજુમાં જખૌના હાજી અબ્દુલ સુમરાની વર્ષોથી જૂની ડેલો હતી.જ્યારે મંદિરને મોટું કરવાની વાત આવી ત્યારે જમીનના માલિક હાજી અબ્દુલ સુમરાએ ડેલા તોડીને આખો પ્લોટ જાળ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયાતના મોડપીર દાદાને સોંપી દીધો હતો.મુસ્લિમ યુવકના આ હ્રદયસ્પર્શી કામ બદલ જખૌ અબડા રાજપૂત ક્ષત્રિય ભાયત દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં કોમી રમખાણો થઈ રહ્યા છે. લોકો ધર્મના નામે એકબીજાની ભાવનાઓને દુભવી રહ્યા છે. ધર્મના નામે એકબીજાને મારવા તૈયાર થયા છે એવામાં કચ્છ જિલ્લામાંથી કોમી એકતાનું જે ઉદાહરણ સામે આવ્યું છે એ ખરેખર વખાણવા લાયક છે..