આનંદી પટેલ એક એવું નામ છે જે લગભગ દરેક ગુજરાતીએ સાંભળેલું હશે, આનંદી બેન પટેલને કોઈ ઓળખની જરાય જરૂર નથી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજનીતિમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે પણ આજે અમે આનંદી બેન પટેલની પૌત્રી સંસ્કૃતિ પટેલ વિશે વાત કરવા જઈ રહ્યા છે
જો આનંદી બેન પટેલની ભાણી સંસ્કૃતિ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તો તે ખૂબ જ સરળતાથી ભીડ ભેગી કરી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે સંસ્કૃતિ પટેલ આનંદીબેનની પુત્રી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની પુત્રી છે.
હાલ સોશિયલ મીડિયા પર સંસ્કૃતિ પટેલ નવી સેન્સેશન બની ગઈ છે અને સંસ્કૃતિની સુંદરતાના લોકો દીવાના થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સંસ્કૃતિ અમદાવાદમાં સાન્સ મલ્ટી ડિઝાઈનર સ્ટુડિયોની ડાયરેક્ટર છે અને તેના દ્વારા તે આ દિવસોમાં પોતાની ઘણી બધી તસવીરો લોકો સાથે શેર કરી રહી છે. સોશિયલ મીડિયા પર તેને સ્ટાઈલિશ લુકમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે
સંસ્કૃતિની સોશિયલ મીડિયા સામે આવેલી તસવીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. એટલું નહિ એની આ સુંદર તસવીરો જોઈને લોકો તેને પૂછી રહ્યા છે કે એ બોલીવુડમાં એન્ટ્રી ક્યારે કરી રહી છે. એના જવાબમાં ખુદ સંસ્કૃતિએ કહ્યું કે એ થોડા સમયમાં જ સિલ્વર સ્ક્રીન પર દેખાશે.
સંસ્કૃતિએ મુકેલ ફોટામાંથી એક ફોટામાં તેના હાથ પર એના માતા પિતાના નામનું ટેટુ પણ ઉડીને લોકોની આંખે વળગી રહ્યું છે. આ ઉપરાંત સંસ્કૃતિ ઘણીવાર તેના મોડલિંગ ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં સંસ્કૃતિ પટેલે એક ફોટોશૂટ પણ કરાવ્યું હતું, જેની તસવીરો જોઈને બધા ચોંકી ગયા હતા. આ ફોટોશૂટ લંડન સ્થિત ફોટોગ્રાફર મ્યુરિગ માર્શલ અને મેકઅપ આર્ટિસ્ટ સુઝેન સ્મિથે કરાવ્યું હતું. સંસ્કૃતિ પટેલે પોતાની પોસ્ટમાં આ બંનેનો ઉલ્લેખ કર્યો હતો અને એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
તો હવે એ જોવાનું કે આપણા સૌના લોક લાડીલા આનંદી બહેનની દીકરી અનાર પટેલ અને જમાઈ જયેશ પટેલની આ સુંદર દીકરી સંસ્કૃતિ બોલીવુડમાં ક્યારે એન્ટ્રી કરે છે. જો તમે હજી એના ફોટા ન જોયા હોય તો ચોક્કસ જોઈ લેજો. તમે પણ કહેશો જ કે એ અભિનેત્રીઓને ચોક્કસ ટક્કર આપી શકે છે