ટીવીના મોસ્ટ પોપ્યુલર શો અનુપમામાં હાલના દિવસોમાં જબરદસ્ત ધમાકા થઈ રહ્યા છે. જ્યારથી અનુપમા અને અનુજના લગ્ન થયા છે, ત્યારથી બંનેના જીવનમાં કોઈને કોઈ નવા તોફાન આવતા રહે છે. અનુપમા ટીવી સિરિયલનો આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે. આ ટીવી સિરિયલના આગામી એપિસોડમાં હવે વનરાજ અને અનુજની ભાભી બરખાનો આમનો સામનો જોવા મળશે.
આટલું જ નહીં, બંનેના જીવનમાં કંઈક એવું થવાનું છે, જેની ન તો દર્શકો અને ન તો અનુપમાને અપેક્ષા હતી. અનુપમાને હવે તેના પતિ અનુજની હકીકત જાણવા મળશે, જે એના જીવનમાં હલચલ મચાવશે. વનરાજ પછી અનુજ પણ અનુપમાની લાગણીઓ સાથે રમશે, ચાલો જાણીએ આગામી દિવસોમાં અનુપમા સિરિયલમાં શું થવાનું છે.
રિપોર્ટ્સ અનુસાર, અનુપમાના આગામી એપિસોડ્સમાં દર્શકોને ઘણું બધું જોવા મળશે, જેને જોઈને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશે. વાત જાણે એમ છે કે આગામી દિવસોમાં અનુપમામાં અનુજ વિશે એક મોટો ખુલાસો થવા જઈ રહ્યો છે અને અનુજે તેના પહેલા લગ્નની વાત અનુપમાથી છુપાવી છે અને આ વાત છુપાવવા પાછળ અનુજનો એક હેતુ છે. વાત જાણે એમ છે કે અનુજે તેની પુત્રી અનુની કસ્ટડી લેવા અનુપમા સાથે લગ્ન કર્યા છે. અનુજ અંત સુધી અનુપમાથી આ વાત છુપાવશે, પણ સત્ય ક્યાં છુપાવે છુપાય છે?
સિરિયલ અનુપમામાં ખુલાસો થશે કે અનુ અનુજનું લોહી છે અને અનુજ તેની પત્નીથી અલગ થયા પછી તેની પુત્રી મેળવી શક્યો નથી. દરમિયાન, અનુપમાની વાર્તામાં અનુજની ભૂતપૂર્વ પત્નીનો પણ પ્રવેશ થશે.
ટૂંક સમયમાં અનુજ અને અનુપમા અનુને દત્તક લેશે. આ દરમિયાન અનુની માતા પણ અનુપમા પાસે પહોંચશે. અનુની માતા કહેશે કે તે અનુજની પહેલી પત્ની છે. આ જાણીને અનુપમાના હોશ ઉડી જશે. અનુપમાને ખબર પડશે કે અનુની કસ્ટડી લેવા અનુજે તેની સાથે લગ્ન કર્યા છે.