રતન ટાટા :
દાન કરવા માટે જાણીતા રતન ટાટા સ્ટીલ કંપનીમાં સુપરવાઈઝર હતા. તમને જણાવી દઈએ કે જ્યારે રતન ટાટાને પહેલી કંપની માટે જોબ ઓફર મળી હતી ત્યારે રતન ટાટા પાસે રિઝ્યુમ પણ નહોતું. ટાટા ગ્રુપના ફોર્મર ચેરમેન એમના દયાળુ સ્વભાવ માટે જાણીતા છે. રતન તાતાએ પોતાના કરિયરની શરૂઆત 1961માં કરી હતી અને 1991માં કંપનીના ચેરમેન બન્યા હતા.
બિલ ગેટ્સ :
બાળપણથી જ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તરફ રસ ધરાવતા બિલ ગેટ્સ કોડિંગ કરતા હતા. ધનવાનનો પર્યાયવાચી શબ્દ બની ચૂકેલા બિલ ગેટ્સ આજે કરોડો લોકોના જીવનની પ્રેરણા છે. બિલ ગેટ્સ ફક્ત 15 વર્ષની ઉંમરમાં જ 20, 000 ડોલર કમાયા હતા જે એમની પહેલી કમાણી હતી.
સ્ટીવ જોબ્સ :
કોલેજમાંથી કાઢી મુકાયેલા સ્ટીવ જોબ્સ એમના કરિયરની શરૂઆતમાં એસેમ્બલીમાં લાઇન વર્કર હતા. સ્ટીવ વિડીયો ગેમ બનાવતા હતા. ભલે સ્ટીવ હવે આ દુનિયામાં ન રહ્યા હોય પણ એમના ઇનોવેશન દ્વારા આવનારા દશકો સુધી કરોડો દિલોમાં રાજ કરતા રહેશે. સ્ટીવ જોબ્સનો જન્મ 24 ફેબ્રુઆરી, 1955 ના રોજ સાન ફ્રાન્સિસ્કોમાં થયો હતો. ઑક્ટોબર 5, 2011 – કેન્સરને કારણે સ્ટીવ જોબ્સનું અવસાન થયું હતું
માર્ક ઝુકરબર્ગ :
મ્યુઝિક પ્લેયર બનાવનાર વ્યક્તિ આજે ફેસબુકનો સીઈઓ છે. વ્યવસાયે એન્જીનીયર માર્ક ઝુકરબર્ગએ એમના સ્કૂલ સમય દરમ્યાન એક મ્યુઝિક પ્લેયર બનાવ્યું હતું જેનું નામ હતું Synapse Media Player. સોશિયલ મીડિયા કંપની ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગની લાઈફ સ્ટાઈલ ઘણી નોર્મલ છે. માર્ક ઝુકરબર્ગનો જન્મ 14 મે 1984માં થયો હતો. ઝુકરબર્ગ ઘણા યંગ અને સફળ વ્યક્તિ છે.
જેફ બેજોસ :
ઇ કોમર્સ કંપની એમેઝોનના માલિકે બર્ગર બનાવવાથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બેજોસ મેકડોનાલ્ડર્સમાં કુક રહી ચૂક્યા છે. કોને ખબર હતી કે એક બર્ગર બનાવનાર 10 મિનિટમાં 106 કિમીની અંતરીક્ષની સફર કરીને ઇતિહાસ રચશે.
એલન મસ્ક :
એલન મસ્ક વ્યવસાયે એક સોફ્ટવેર એન્જીનીયર છે. તમેં જણાવી દઈએ કે ટેસ્લાના સીઈઓએ એમના કરિયરની શરૂઆતમાં વિડીયો ગેમ વેંચતા હતા. એક સમયે ટેસ્લાના મલિક નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હતા. એલન મસ્ક કેલિફોર્નિયાના પાલો અલ્ટોમાં એક વિડીયો ગેમ કંપનીમાં કામ કરતા હતા.