બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ, બિલગેટ્સ વિશ્વના અબજોપતિઓની યાદીમાં પાંચમું નામ છે.બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, બિલ ગેટ્સ હાલમાં $112 બિલિયનની સંપત્તિના માલિક છે. ચેરિટી આપનારાઓમાં બિલગેટ્સનું નામ હંમેશા મોખરે હોય છે.વિશ્વના પાંચમા અબજોપતિ બિલગેટ્સે તાજેતરમાં એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. 13 જુલાઈના રોજ કરવામાં આવેલી એક પોસ્ટમાં બિલ ગેટ્સે પોતાની સંપત્તિ ચેરિટીમાં આપવાની તેમની યોજનાનો ખુલાસો કર્યો છે.
વિશ્વના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં સામેલ બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં બિલ ગેટ્સની સંપત્તિમાં 644 મિલિયન ડોલરનો વધારો થયો છે.બિલ ગેટ્સે કહ્યું હતું કે તેઓ તેમની સંપૂર્ણ સંપત્તિ ચેરિટીમાં દાન કરવા માંગે છે. આ સાથે તેણે કહ્યું હતું કે હું મારા પરિવાર પર જેટલો ખર્ચ કરીશ તેટલો બચાવવા માંગુ છું, મારું નામ વિશ્વના અમીરોની યાદીમાં સૌથી નીચે આવશે, આખરે એક દિવસ હું આ યાદીમાંથી બહાર થઈ જઈશ.
તેણે 20 બિલિયન ડોલરની પ્રોપર્ટી દાનમાં આપવાની વાત કરી છે. બિલ ગેટ્સ આ રકમ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને દાન કરશે. હકીકતમાં, તેમણે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે ફાઉન્ડેશન વર્ષ 2026 સુધીમાં તેના ખર્ચને $6 બિલિયનથી વધારીને $9 બિલિયન કરવા માંગે છે.
બિલ ગેટ્સે પોસ્ટમાં કહ્યું કે આ સમયે આખું વિશ્વ કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જ રશિયા-યુક્રેન જેવી ગંભીર પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગદાનની સખત જરૂરિયાત અનુભવાય છે. તેમણે કહ્યું કે તેમને આશા છે કે જેમની પાસે નાણાકીય સુવિધાઓ છે તેઓ પણ આગળ આવશે અને આ પડકારજનક સમયમાં મદદનો હાથ લંબાવશે.