જો તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો તો કઈ પણ સર્ચ કરવા માટે તમારી પાસે સૌથી સારું સર્ચ એન્જીન ગુગલ છે. ગુગલ પર તમને બધી પ્રકારની જાણકારીઓ સરળતાથી મળી જશે.ગગન લોકો સર્ચ હિસ્ટ્રીનો ડેટા ડીલીટ કરી દે છે પણ તેમ છતાં ઘણા ડેટા ગૂગલ પાસે સેવ થઈ જાય છે. તો હાલમાં જ સામે આવેલ એક રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે કે છોકરા ગૂગલ પર સૌથી વધારે શુ સર્ચ કરે છે.
એક રિપોર્ટ અનુસાર છોકરાઓ ગુગલ પર સૌથી વધારે પોતાના વિશે જ સર્ચ કરે છે. રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દર વર્ષે 68 ટકા છોકરાઓ તેમજ પુરુષો એ સર્ચ કરે છે કે ક્યાંક એ નપુંસક તો નથી ને, એ સિવાય ગૂગલ પર છોકરાઓ દાઢી વધવા વિશે, શેવ કરવા અને દાઢીને ઘાટી કરવાના ઉપાય પણ સર્ચ કરે છે. એટલે સુધી કે પુરુષ એ પણ જાણવા માંગે છે કે ચોટલી બનાવવા કે ટોપી પહેરવાથી વાળ પર શુ અસર પડે છે. રિપોર્ટમાં એ પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે છોકરા તેમજ પુરુષો ગૂગલ પર વર્કઆઉટ રૂટિન, બોડી બિલ્ડીંગ અને પ્રોટીન શેક સાથે જોડાયેલી જાણકારીઓ પણ સર્ચ કરે છે.
તમને એ જાણીને નવાઈ લાગશે કે ગૂગલ પર છોકરાઓ બ્રેસ્ટ કેન્સર વિશે પણ ઘણું સર્ચ કરે છે. આ ખુલાસો ખરેખર ચોંકાવનારો છે કારણ કે બ્રેસ્ટ કેન્સર મહિલાઓને થાય છે પણ છોકરાઓ પણ એ જાણવા માંગે છે કે શું છોકરાઓને પણ બ્રેસ્ટ કેન્સર થાય છે કે નહીં? કે પછી છોકરાઓને બ્રેસ્ટ કેન્સર થવાના કેટલા ટકા ચાન્સ છે.
રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે છોકરાઓ ગૂગલ પર છોકરીઓ વિશે ઘણું સર્ચ કરે છે. છોકરાઓ જાણવા માગે છે કે Google પર છોકરીઓને કેવી રીતે પ્રભાવિત કરવી? અથવા છોકરીઓ કેવી રીતે ખુશ છે અને તેમને શું ગમે છે.