શું પૈસા થી જ ખુશીઓ ખરીદી શકાઈ છે?
આઘ્યા ઘણી જ પરફેક્ટ છોકરી છે.
નાનપણ થી જ એણે એના પપ્પા ને દરેક કામ પરફેકશન થી કરતા જોયા છે,
એટલે તેનામાં પણ આ ગુણ આવી ગયો… આમ તો પરફેક્શન હોવું એ સારી બાબત છે,
વ્યવસ્થિત તૈયાર થવું, ઘર ને વ્યવસ્થિત રાખવું, વ્યવસ્થિત રૂપે સ્કૂલ જવું, પોતાનું હોમવર્ક કરવું,પુસ્તકો ,બેગ
બધું યથા સ્થાને રાખવું, આ બધી વસ્તુઓ વ્યવસ્થિત રાખતા રાખતા આધ્યા પણ એકદમ પરફેક્ટ બની ગઈ…
એન્જિનિયરિંગ પછી સારી એવી આઇટી કંપની મા જોબ મળી ગઈ…. અને એ મુંબઈ આવી ગઈ..
બીજીબાજુ આધ્યા ની કોલેજકાળની સહેલી આરજુ, મસ્ત મૌલા અને એકદમ બિન્દાસ છોકરી છે,
એના સપનાઓ ને મનભરી ને જીવવા માગે છે.
ઇચ્છે છે કે ઉગતા સૂર્ય ને જોવ, વહેતી નદી ને જોવી, નદીઓ ના ખળખળ વહેતા અવાજ ને મહેસૂસ કરું,
ઠંડી ઠંડી હવા નો આનંદ લવ.
કોઈ કામ સમયસર ન થાય તો કંઈ વાંધો નહિ, પછી કરી લઈશ, જીંદગી કાંઈ ભાગી થોડી જવાની છે….
એક એક ક્ષણ નો આનંદ લેવા માગે છે એ…. એટલે કઈક અધૂરું પણ રહી જાય છે..
કોલેજ પછી એનું સિલેકશન કોઈ કંપની મા તો ન થયું પણ એના સપનાઓ નો પીછો કરતી કરતી એ આધ્યા ની પાસે મુંબઈ આવી ગઈ, અને થોડી કોશિશ પછી મુંબઈ ની એક કંપની મા જોબ મળી ગઈ…
બંને સહેલીઓ એક જ ફ્લેટ માં રહે છે, બંને ના સ્વભાવ અલગ અલગ હોવા છતાં પણ બંનેની દોસ્તી બોવ પાક્કી છે,
જીંદગી ને જોવાનો બંને નો નજરિયો અલગ હોવા છતાં પણ એ બંને વચ્ચે ખૂબ સારું બને છે.
આઘ્યા અહીંયા પણ સવારે વહેલી જ ઉઠે છે,
એનું બધું કામ વ્યવસ્થિત રૂપે કરીને સારી રીતે તૈયાર થઈ, ઓફિસ જવા નીકળી જાય છે…
ઓફિસ માં પણ ખૂબ જ સારી રીતે એનું બધું કામ કરે છે..
આરજૂ પણ ઉઠે છે, કામ કરે છે, પણ રોજ સવારે વહેલા ઉઠવું, એ જ રૂટિન થી જલ્દી ભાગી ને ટ્રેન માં બેસવું,
ઓફિસ માં કામ, પ્રોજેક્ટ, બોસ નો ગુસ્સો,
ઉંચી ઉંચી બિલ્ડિંગ અને નીરસ થતી જીંદગી,
સડકો પર એટલા વાહન કે સડક દેખાય જ નહિ, ચારે તરફ ભાગમભાગ,
એવું લાગે છે જાણે કે આ લોકો જીંદગી ને જીવતા નથી,પણ જીંદગી થી ભાગે છે.
આવા દમ ઘૂંટતા વાતાવરણ માં આરજુ ના મન માં ખૂબ અકળામણ થતી , અને મન માં થતુ કે શું આ જ જીંદગી છે ??
શનિવાર રવિવાર રજા ના દિવસે બંને સહેલીઓ મેટ્રો માં બેસી ને ફરવા નીકળી જતી…. ઘણી બધી વાતો કરતી.
જ્યાં આધ્યા ના વિચાર છે , સારું બાળપણ,સારી કોલેજ,સારી નોકરી,અને એક સરસ દોસ્ત મળી જાય….
સારું એવું ઘર, અને સુંદર રીતે સજાવેલું, સુંદર ડ્રોઈંગ રૂમ,કિચન, બાલ્કની,કુંડાઓ,નાનકડો ઝૂલો,
, મસ્ત ગાડી હોય, ઉંચા પગાર વાળો પતિ હોય,
બધું જ પરફેક્ટ હોય તો જીંદગી કેટલી સારી રીતે પસાર થઈ જાય..
જ્યારે કે આરજુ કહેતી, સપના જોવા એ સારી વાત છે મહત્વાકાંક્ષી હોવું પણ સારી વાત છે ,પણ એની પાછળ આપણે જીંદગી જીવી જ ના શકીએ, એ તો બરાબર ના કહેવાય ને,
અને એવું જરૂરી થોડી છે કે સારો પગાર વાળો દરેક માણસ સારો જ હોય ….
ઓછુ કમાતો હોય , પણ જેનું ” સેન્સ ઓફ હયુમર ” સારું હોય,
તે “હુમન બીઇંગ હોય, એની પત્ની ને પ્રેમ કરે એવો હોય, એની ઈજ્જત કરતો હોય, સન્માન આપતો હોય,
ભલે પૈસા ઓછા કમાતો હોય તો પણ જીંદગી આનંદ થી નીકળી જાય છે.
આરજુ ને લાગતું કે બોવ પરફેક્ટ જીંદગી પણ સારી નહી, આપણે જીંદગી નો આનંદ જ નથી લઇ શકતા.
આરજુ માનતી હતી કે આપણને કોઈને પણ જજ કરવાનો કોઈ અધિકાર નથી.
આવી રીતે બંને સહેલીઓ ના પોત પોતાના દૃષ્ટિકોણ છે. અને આ રીતે બંને નું રૂટિન ચાલે છે..
હમણા થી આધ્યા ઘણી ખુશ દેખાય છે.
એની કંપની માં રવિ કે જેણે આઇઆઇટી કર્યું છે અને નવો join થયો છે.
આધ્યા અને રવિ ની દોસ્તી આગળ વધવા લાગી, બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા.
આરજુ પણ એની ઓફિસ ની નીચે એક કેન્ટીન માં રોજ ચા અને કાઈ ને કાઈ નાસ્તો જરૂર કરતી.
એ કેન્ટીન નો માલિક આદિલ ભણેલ ગણેલ અને સારો છોકરો છે. આરજુ અને આદિલ બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા.
બંને સહેલીઓ એ પોતાના દિલ ની વાત એકબીજા ને કહી. આધ્યા ને એ વાત સમજ મા ન આવી કે
આદિલ એક કેન્ટીન ચલાવે છે, અને તું એને પસંદ કરે છે ? તારું ભવિષ્ય સિક્યુર નથી. એમાં
પણ આરજુએ કહ્યું ” વ્હાલી આધ્યા ,ભવિષ્ય ને સિક્યોર કરવાના ચક્કર માં હું મારું વર્તમાન શા માટે ખરાબ કરું,
અને સારો તો છે આદિલ, કમાય છે, મને પસંદ કરે છે.
મને તો આ કંપનીઓ ની જોબ પણ નથી ગમતી.
હું તો વિચારું છું કે જોબ છોડી ને આદિલ ની સાથે કેન્ટીન માં જ કામ કરીશ..
આધ્યા એની વાત પર હસવા લાગી.
થોડા દિવસો પછી જ્યારે આધ્યા ઓફિસે થી ઘરે આવી તો એનું મૂડ બરાબર ન હતું ,
આરજુએ ત્યારે તો કાઈ ન પૂછ્યું પણ બીજા દિવસે સેટરડે હતો, એટ્લે બંને સહેલીઓ હમેંશા ની જેમ ફરવા નીકળી ગઈ.
આરજુએ એની વ્હાલી સખી આધ્યા ના મન ને વાંચવા ની કોશિશ કરી…
આધ્યા બોલી ” રવિ સાથે ની મારી દોસ્તી તૂટી ગઈ.
કેમ ?
અરે શું કહું તને ..! દરેક વાત મા રોક ટોક, આવું ના પહેર તેવું ના પેહર , આ ના કર ,તે ના કર અને એવી ઘણી વાતો છે જે મારા દિલ માં ખૂંચી ગઈ છે.
આરજુ તું સાચું કહેતી હતી, પૈસા કે સારો પગાર ખુશીઓ નો માપદંડ નથી.
આપણા સપનાઓ ને પુરા કરવામાં ભલે સમય લાગે પણ આપણે આ વાત માટે તૈયાર રહેવું જોઈએ.
અને મોટા પેકેજ થી આપણે ખુશીઓ ને ખરીદી લઈશું એ બિલકુલ સાચું નથી.
ભલે જીવન જીવવા માટે સુવિધા થોડી ઓછી હશે તો ચાલશે
પણ એકબીજા માટે માન સન્માન ,આદર ભાવ ,પ્રેમ ,એકબીજા માટે સ્પેસ પણ જરૂરી છે.
આધ્યા નું મન પણ હળવું થઈ ગયું .
આધ્યા અને આરજુ બંને એકબીજાને ગળે મળી ને એના સપનાઓ ને જોવા લાગી..