શું વહુ પોતાની સાચું સાથે આવું પણ કરી શકે? આ કહાની સાંભળીને રડી પડશો.
મહિનાની પહેલી તારીખ હતી, પતિને પગાર મળી ગયો હતો, અને ખુશી સાથે ઘરે આવે છે.
પત્ની પણ પતિની વાટ જોતી હતી.
પતિના આવતાની સાથે પત્ની ગરમાગરમ ચા પીવડાવે છે, અને પૂછે છે “આજે તો પગાર આવી ગયો હશે ને?”
પતિ સ્માઇલ સાથે કહે છે, હા, અને આ મહિને તો ઓવરટાઈમ કરવાના ૧૨૦૦૦ રૂપિયા એક્સ્ટ્રા મળ્યા છે,
પત્ની ને તો ખુશી નો ઉભરો આવી ગયો.
અને પત્નીએ મીઠા અવાજ માં કહ્યું “ચાલો ને, આ રવિવારે આપણે શોપિંગ કરવા જઈએ”
પતિએ કહ્યું હાં જરૂર જઇશું પણ મારી એક શરત છે, બદલામાં તારે અઠવાડિયામાં એક વાર માને ફોન કરવાનો અને એના હાલચાલ પૂછવા ના,
પત્ની નું મોઢું થોડું બગડી ગયું પરંતુ શોપીગ ની ખુશીમાં બગડેલા મોં સાથે જ પતિને હા પાડી દીધી,
પતિની ઇચ્છા હતી કે તેની પત્ની અને માતા વચ્ચે સારા સંબંધો બંધાય.
એટલામાં થોડીવાર પછી જ પતિના મોબાઈલ પર મા નો ફોન આવ્યો, સામેથી અવાજ આવ્યો “કેમ છો દીકરા?”
પુત્રે કહ્યું – મા હું ઠીક છું, તું કેમ છે?
મા દીકરા ની વાત ચાલી રહી હતી ત્યારે પત્ની મોઢુ ચડાવી ને મનમાં વિચારી રહી હતી,
એક તારીખ છે, પતિને પગાર આવ્યો છે એટલે જ ફોન કર્યો હશે પૈસા માંગવા માટે,
પરંતુ આ વખતે હું એક ફૂટી કોડી પણ નહીં આપવા દઉં,
અને એટલામાં જ માં બોલી – બેટા, થોડીક મદદ જોઈતી હતી, દીકરાએ કહ્યું બોલને માં શું થયું?
માએ કહ્યું બેટા, આ મહિને પાંચ હજાર રૂપિયા મળી શકે તેમ છે?
પતિ દરેક કામ પોતાની પત્ની ને પૂછીને કરતો,
તો પૂછ્યું,
પત્નીએ મોઢું ચડાવીને જ કહ્યું – “કહી દો હજી પગાર નથી આવ્યો”
પુત્રમાં એ કહ્યું “એક્ચ્યુલી માં, હજી મારે પગાર નથી થયો,
માં એ કહ્યું બેટા કંઈક થાય એવું હોય તો કરી દેને હોસ્પિટલમાં ઇલાજ માટે જોઈએ છે,
પતિ એ માની આ વાત પત્નીને કહી,
પત્નીએ કહ્યું તમારી મા ને કહો સરકારી દવાખાનામાં ઈલાજ કરાવી લે,
પતી એ માંને કહ્યું તો માએ કહ્યું બેટા ત્યાં બરાબર ઈલાજ નહીં થાય,
પત્નીને આ સાંભળીને ગુસ્સો આવી ગયો, પતિને કહ્યું “તમારી મા ને કહો અમારા ઉપર પહેલેથી જ બોઝો છે,
હવે વધારે ભાર અમારાથી સહન નહીં થાય, ઈલાજ કરાવવો હોય તો કરાવો સરકારી દવાખાનામાં, ગુસ્સામાં ને ગુસ્સામાં પત્નીથી બોલાઈ ગયું “આમ પણ હવે બે-ચાર દિવસના મહેમાન છે” તેને આ સાંભળીને થોડું દુઃખ લાગ્યું પણ તેમ છતાં એણે મને કહ્યું “માં સોરી આ વખતે નહીં થઈ શકે આ વખતે સરકારી દવાખાનામાં ઇલાજ કરાવી દે”
મા લાચાર થઈને ભીખ માંગવા લાગી બેટા પ્લીઝ, 2000 રૂપિયા તો કરી દે
પતિના આંખમાં આંસુ આવી ગયા
પત્નીને કહ્યું 2000 રૂપિયા તો આપવા દે,
પત્નીનું મન માનતું નહોતું પણ તેમ છતાં કાચા મને હા પાડી દીધી,
અને કહ્યું કહી દો “2000 રૂપિયા મોકલી દઈશું”
પતિએ કહ્યું “સાસુમાં હું તમને આવતીકાલે 2000 રૂપિયા મોકલું છું”
તેના મોંમાંથી મા ના બદલે સાસુમાં શબ્દ સાંભળીને પત્નીનું મન ચકરાઈ ગયું, જીભ લથડવા લાગી, પરસેવો છૂટી ગયો અને દબાયેલી અવાજે પતિને પૂછ્યું – શું? આ મ..મ..મ્મ મારી મા નો ફોન હતો?
પતિએ કહ્યું “હા તારી જ માનો ફોન હતો, હું તો તારી માને પણ મારી માં જ ગણું છુ, પણ અફસોસ તું મારી માને પોતાની ક્યારેય ના સમજી શકી,
પત્ની રડવા લાગી, અને ફોન પર માફી માંગવા લાગી કે “માં, મને માફ કરી દો, મારા થી બહુ મોટી ભુલ થઈ ગઈ”
માં એ કહ્યું બેટા, તે ફક્ત મારું દિલ દુભાવ્યું હોત તો કદાચ હું માફ કરી દેત પણ તે તો બે-બે માના દિલ દુભાવ્યા છે. આમાં હું તો શું તને ભગવાન પણ માફ નહીં કરે,
દોસ્તો એવું માનવામાં આવે છે કે ઉપરવાળો જો ધારે ને તો માનું કર્જ નથી ચુકાવી શકતો, તો માનવજાતની શું હેસિયત છે
એક માં પોતે મોતના મુખમાં જઈને એક જિંદગીને જન્મ આપે છે એ માં મહાન છે એનું સન્માન કરો
માં તો માં હોય છે એને જીવતે જીવતા મરવું પડે એવા કાર્ય ન કરો