ટીવી શો અનુપમાની સ્ટોરી હાલમાં બે ટ્રેક પર ચાલી રહી છે. એક તરફ જ્યાં વનરાજ શાહ અને અનુપમા પોતાની દીકરી પાખી માટે ચિંતિત છે તો બીજી તરફ અનુજ કાપડિયા અને અનુપમા બાળકને દત્તક લેવાનું વિચારી રહ્યા છે. એકબાજુ જ્યાં વનરાજ શાહ કોઈપણ ભોગે અધિક અને પાખીના રિલેશન તોડવા માંગે છે તો બીજી તરફ અનુપમા મામલો પ્રેમથી હેન્ડલ કરવા માંગે છે.
ચાહકો વાર્તાના બંને પ્લોટમાં રસ લઈ રહ્યા છે પરંતુ અનુપમા અને અનુજના પ્રથમ બાળક તરફ વધુ લોકોનો ઝુકાવ છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે અનુપમા ગર્ભવતી હશે અને અનુજ કાપડિયાના પહેલા બાળકને જન્મ આપશે
હવે તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે બંને એક સાથે એક બાળકીને દત્તક લેવાનું નક્કી કરશે, જેનું નામ અનુજ છોટી અનુ રાખવામાં આવશે.
જો કે, તેમના સપના ચકનાચૂર થઈ જશે જ્યારે અનુજ કાપડિયા અનુજને વાતચીતમાં કહે છે કે તેઓ લગ્નના 2 વર્ષ પહેલા બાળકને દત્તક લઈ શકતા નથી.
આ પછી અનુજ કાપડિયા અનુને પણ કહેશે કે બાળકને દત્તક લઈ શકાય નહીં પરંતુ અમે 5 વર્ષ સુધી તેના પાલક માતા-પિતા બની શકીએ છીએ. આ પછી અમને બાળકના કાયદેસર માતાપિતા બનવાનો અધિકાર મળશે.
જો અનુપમા અને અનુજ કાપડિયાના ચાહકોની વાત માનીએ તો ઘણું વિચાર્યા બાદ અનુજ કાપડિયા અને અનુપમા પોતાના દમ પર બાળકને જન્મ આપવાનું વિચારી શકે છે. કારણ કે હવે આ બંને પાસે કોઈ વિકલ્પ રહેશે નહીં.
પરંતુ શોની વાર્તા કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું રહેશે. શું નિર્માતા અનુપમાને માતા તરીકે બતાવશે કે પછી બંને બાળકના પાલક માતા-પિતા બનવાનું નક્કી કરશે.