દીકરી દીકરાની ગરજ સારે આ કહેવત તમે સાંભળી જ હશે પણ આ કહેવત પુરી કરતો એક કિસ્સો હાલ સામે આવ્યો છે. રાજકોટના ઉપલેટામાં એક ૬૧ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થઇ ગયું હતું. એ પછી એમની નનામીને તેમની દીકરીઓ અને બહેને કાંધ આપતા આખા ઉપલેટાના લોકો આ દ્રશ્ય જોતા જ રહી ગયા હતા. પોતાના પિતા માટે આજે આ દીકરીઓ દીકરો બની ગઈ હતી
તમને જણાવી દઈએ કે જેમનું મૃત્યુ થયું હતું એ જમન ભાઈને સંતાનમાં માત્ર ૩ દીકરીઓ જ હતી, કોઈ દીકરો નહતો. ઉંમર એનું કામ કરે એટલે ઘડપણમાં બીમારી શરીર પર કબજો રી લે દેખીતી વાત છે. અને એટલે જ એમની અમદાવાદ ખાતે સારવાર ચાલી રહી હતી. અને સારવાર દરમિયાન જ ૬૧ વર્ષની ઉંમરે જમનભાઈનું મૃત્યુ થઇ હતું અને એ પછી સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ગર્વ લેવા જેવી વાત એ છે કે આજ દિન સુધી જમન ભાઈની દીકરીઓએ અને બહેને તેમને દીકરાની કમી થવા નથી દીધી.તેઓએ જમન ભાઈના છેલ્લા શ્વાસ સુધી તેમની સેવા કરી હતી. પણ તો ય આખરે જમન ભાઈ ભગવાનને પ્યારા થઈ ગયા હતા.
જમનભાઈના અવસાન પછી એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જમન ભાઈનો કોઈ દિકરો નથી તો તેમની નનામી કોણ કાંધ આપશે. કારણ કે રીતિરીવાજો જોઈએ તો માતા પિતાની નનામીને દીકરા કાંધ આપે છે. પણ જમનભાઈને તો કોઈ દીકરો ન હોવાથી જનમ ભાઈની દીકરીઓએ નક્કી કર્યું કે તે પોતાના પિતાની નનામીને કાંધ આપશે. તો તેમની ત્રણ દીકરીઓ અને તેમની બહેને જમનભાઈની નનામીને કાંધ આપી હતી.
જમનભાઈની દીકરીઓ દ્વારા આવું ઉત્તમ કામ કરીને સમાજની બીજી દીકરીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનું માનવું છે કે પિતા માટે તો તેમની દીકરીઓ પણ દીકરા સમાન જ હોય છે. માટે દીકરીઓને પણ પિતાની નનામીને કાંધ આપવાનો હક છે. ઉપલેટાની આ દીકરી આજે સમાજની દરેક દીકરીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ બન્યા છે.