સપનાઓ તો ઘણા લોકો જોતા હોય છે પણ દરેકના સપના પુરા નથી થતા. પણ કેટલાક લોકો એવા હોય છે જે પોતાના સપના સાકાર કરવા અથાગ મહેનત કરે છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવા છતાં પોતાના લક્ષ્યને પામી લેવું એ ખરેખર બહુ મોટી વાત છે. આજે અમે તમને ભાવનગરના આઇપીએસ અધિરકારીની સક્સેસ સ્ટોરી વિશે જણાવીશું. આ સ્ટોરી દરેક યુવાન માટે પ્રેરણાદાયી અને રચનાત્મક છે.
આપના દેશમાં ઘણા યુવાનો યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરે છે, પણ એમાં બહુ ઓછા લોકો જ પાસ થાય છે, એવામાં 24 વર્ષના સફિન હસન પાસ થયા છે. ગરીબ પરિવારમાં ઉછરેલા અને નાનપણથી જ કલેક્ટર અને આઈપીએસ બનવાનું સપનું જોતા અભ્યાસ કરતા સફિન હસનની આજે ભાવનગર ખાતે આઈપીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
સફિન હસનના માતા નસીબબેન અને પિતા મુસ્તાફભાઈએ એમનું શિક્ષણ કાણોદરની સરકારી પ્રાથમિક શાળામાં કરાવ્યુ ંહતું. એ પછી ગામની જ સરકારી માધ્યમિક શાળા ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી એમને સુરત ખાતે ઈસી એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યો અને એ પછી જીપીએસસીની પરીક્ષા પાસ કરીને રાજ્યમાં ૩૪મો ક્રમાંક મેળવ્યો છે.
સફિન હસન વિશે કહેવામાં આવે છે કે સફિન હસન એમની માસી સાથે ૧૦ વર્ષની શાળામાં ગયો હતો ત્યાં લાલ લાઈટની ગાડીમાં કલેક્ટર આવ્યા હતા. જ્યાં તેમનું લોકોએ ખૂબ જ સન્માન કર્યું હતું ત્યારે સફીને માસીને પુછ્યું આ કોણ છે ? સામેથી જવાબ આવ્યો જિલ્લાના રાજા. ત્યારથી સફીને આવા અધિકારી બનવાનું નક્કી કરી લીધુ હતું. આ સ્વપ્ન તેમને જોયું તો બાળપણમાં હતું પરતું તેમને એને સાકાર કરી બતાવ્યું. તેઓવર્ષ ૨૦૧૭માં યુપીએસસીની મેઈન પરીક્ષા આપવાના હતા પણ ત્યારે અકસ્માત થતા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરંતુ તેઓ હિંમત ન હાર્યા અને પરીક્ષા આપી હતી.
સફીને પોતાની મહેનત દ્વારા ભારતમાં ૫૭૦મો ક્રમાંક મેળવી યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ મેળવી આઈપીએસ અધિકારી તરીકે સૌ પ્રથમ જામનગર ખાતે પોસ્ટિંગ મેળવ્યું હતું. આ પહેલા તેઓએ ૧૪ વર્ષ સુધી હીરા ઘસી પોતાના પરિવાર માટે બે સમયની રોટલીની વ્યવસ્થા કરી તેમજ પિતાએ ઈલેક્ટ્રિશિયનમાં કામ કરી સફીનને આગળ અભ્યાસ કરવામાં મદદ કરી હતી.
સફિન હસને જણાવ્યું છે કે, ગુજરાતીમાં UPSC મેઇન્સ આપવા માંગતા યુવાનો ઇન્ટરવ્યૂ પણ ગુજરાતીમાં આપી શકે છે. દુભાષિયાની વ્યવસ્થા પણ જે તે સમયે ઇન્ટરવ્યૂ વખતે હોય છે. તેમને કહ્યું હતું કે ગુજરાતી ભાષામાં જવાબ આપવાથી ફાયદો એ થાય કે તમારો વિચાર સ્પષ્ટ હોય તો તેને બહુ સારી રીતે સમજાવીને લખી શકાય છે. ખરેખર સફિન હસનનું જીવન ખૂબ જ પ્રેરણાદાયી અને શ્રેષ્ઠ છે જે દરેક યુવક માટે પ્રેરણાદાયી છે