આજના સમયમાં દરેક વ્યક્તિ કાન વીંધાવે છે.કેટલાક ફેશનના રૂપમાં તો કેટલાક સંસ્કૃતિના નામે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે કાન વીંધવાના જ્યોતિષીય અને વૈજ્ઞાનિક બંને ફાયદા છે. તો તે ફાયદા શું છે અને તે તમારા જીવનને કેવી રીતે અદ્ભુત બનાવે છે, તે ચાલો અમે તમને જણાવી દઈએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાન વીંધવાથી રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ દૂર થાય છે. અને ધર્મ પ્રમાણે એનાથી બાળક સ્વસ્થ રહે છે, નિરોગી અને રોગથી મુક્ત રહે છે. તમને જણાવી દઈએ કે હિંદુ ધર્મ અનુસાર કર્ણભેદ 16 સંસ્કારોમાંથી 9મો સંસ્કાર છે. ભગવાન શ્રી રામ અને કૃષ્ણની પણ વૈદિક વિધિ અનુસાર કર્ણભેદ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આનાથી દુષ્ટ શક્તિઓની અસર દૂર થાય છે અને વ્યક્તિને દીર્ઘાયુ મળે છે.
પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જે શોખ તરીકે માત્ર એક જ કાન વીંધાવે છે. જો કે, નિયમ એ છે કે બંને કાન વીંધવામાં આવે. કાન વીંધવાથી રાહુ અને કેતુની અશુભ અસર દૂર થાય છે. રાહુ અને કેતુ જીવનમાં અચાનક સંકટના કારણ છે, તેથી કાન વીંધવા જરૂરી છે. તો ચાલો હવે તમને કાન વીંધવાના વૈજ્ઞાનિક ફાયદાઓ જણાવીએ. કાન વીંધવાથી મગજમાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. તેનાથી બૌદ્ધિક ક્ષમતા વધે છે. માન્યતા અનુસાર, કાન વીંધવાથી વ્યક્તિનો દેખાવ સુધરે છે. એનાથી આંખોની રોશની તેજ થાય છે. વાત જાણે એમ છે કે કાનના નીચેના ભાગમાં એક પોઇન્ટ હોય છે. એ પોઇન્ટની પાસેથી આંખની નસ પસાર થાય છે
જ્યારે કાનના આ બિંદુને વીંધવામાં આવે છે, ત્યારે તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે. આ સિવાય કાન વીંધવાથી તણાવ પણ ઓછો થાય છે. કારણ કે કાનના નીચેના ભાગ પર દબાણ આવવાથી તણાવ ઓછો થાય છે. આ સાથે મનની અન્ય સમસ્યાઓથી પણ રક્ષણ મળે છે. તેથી ખૂબ ગંભીર રોગથી પણ રક્ષણ મળી શકે છે. અને એ છે પેરાલિસિસ એટલે કે લકવોનો રોગ .
જો તમે નજીકથી જોશો, તો તમે જોશો કે જે વ્યક્તિના બંને કાન વીંધેલા હોય તેને પેરાલિસિસ જેવી બીમારી થવાના ચાન્સેસ ઓછા છે. તો કાન વીંધવાથી ખરાબ શક્તિઓનો પ્રભાવ પણ ઓછો થાય છે. અને દિમાગ ઝડપથી કામ કરે છે
કાન વીંધવાથી પણ પાચનમાં મદદ મળે છે. કાનનો જે ભાગ વીંધવામાં આવે છે તેમાં એક પોઇન્ટ હોય છે. આ બિંદુ ભૂખ લાગવામાં પ્રેરીત કરે છે. તેથી, જ્યારે આ બિંદુને વીંધવામાં આવે છે, ત્યારે પાચન પ્રક્રિયા યોગ્ય રહે છે. તેમજ સ્થૂળતા પણ ઓછી થાય છે. જ્યાં કાન વીંધેલા હોય છે ત્યાં એક બિંદુ હોય છે જે સ્પષ્ટ રીતે સાંભળવામાં મદદ કરે છે.