દુનિયામાં ઘણા એવા દુર્લભ જીવો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. હવે એક એવું જીવ મળી આવ્યું છે, જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો. આ જીવના 1306 પગ છે અને તે જમીનની અંદર ખૂબ જ ઊંડે રહે છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ વિશ્વની પ્રથમ આવી મિલિપીડ્સની શોધ કરી છે, જે અત્યંત દુર્લભ છે. અત્યાર સુધી આ પૃથ્વી પર સૌથી વધુ 750 પગ ધરાવતું પ્રાણી જોવા મળ્યું હતું. આવો જાણીએ આ અનોખા જીવ વિશે.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે પ્રથમ મિલિપીડ્સ 40 કરોડ વર્ષો પહેલા મળી આવ્યા હતા. પરંતુ આ પહેલા હજારો પગ વાળો મિલિપેડ મળ્યો ન હતો. તેમનું કહેવું છે કે હવે આ નવી મિલિપીડ મળી આવી છે. અત્યાર સુધીમાં 100 પગવાળા મિલિપીડ્સ મળી આવ્યા છે. હાલમાં elkme plenipes નો રેકોર્ડ 750 પગનો હતો અને તે જમીનની ઊંડાઈમાં પણ રહે છે. વૈજ્ઞાનિકોએ આ અનોખા જીવ વિશે ઘણી ચોંકાવનારી વાતો જણાવી છે.
સૌથી મોટા પગવાળું યુમિલેપ્સ પર્સીફોન આછા પીળા રંગનું છે. સૌથી નવાઈ પમાડે તેવી વાત એ છે કે લાંબા દોરા જેવા દેખાતા આ જીવને આંખો નથી. આ જીવની જેટલી પહોળાઈ છે એના કરતાં 100 ગણું એ લાંબુ છે. આ જીવનું માથું આઈસ્ક્રીમ કોન જેવું છે અને તેના પર ઘણા એન્ટેના છે. આ એન્ટેના તેને અંધારામાં હરવા ફરવા મદદ કરે છે. તે ફૂગ ખાય છે.
વૈજ્ઞાનિકોએ અનોખા જીવનું નામ Eumillipes Persephone રાખ્યું છે. આ પ્રાણી ઓસ્ટ્રેલિયાના ખનિજ સમૃદ્ધ વિસ્તારમાં જોવા મળ્યું છે. અહીં ખાણકામનું કામ સતત ચાલુ છે. વૈજ્ઞાનિકોને ખાણકામ દરમિયાન બે ફિમેલ અને બે મેલ મિલિપીડ્સ મળ્યા છે. ફિમેલ મિલિપીડ્સને 1306 પગ અને મેલને 998 પગ હોય છે. વૈજ્ઞાનિકોએ માઈક્રોસ્કોપની મદદથી આ જીવ પર સંશોધન કર્યું છે અને તેની તસવીર બતાવી છે.
વૈજ્ઞાનિકો કહે છે કે તેના પગ ગણવા સરળ નહોતા, કારણ કે આ પ્રાણી પોતાને ગોળાકાર ચક્કરઘીન્નીની જેમ આસપાસ લપેટી લે છે. આ પ્રાણીનું આયુષ્ય પણ લાંબુ હશે, કારણ કે તેના પગ વધુ છે. મિલિપીડ્સનું આયુષ્ય સામાન્ય રીતે 2 વર્ષનું હોય છે, પરંતુ યુમિલિપ્સ પર્સેફોનના શરીરમાં હાજર રિંગ્સ સૂચવે છે કે તે 5 થી 10 વર્ષ સુધી જીવી શકે છે. આ જીવો જમીનથી 200 ફૂટ નીચે રહે છે, તેમની સપાટીને જોવી ખૂબ મુશ્કેલ છે.