એક દીકરીની દર્દભરી કહાની તમારું હદય સ્પર્શી જશે….
એક ભાઈ એક ઓફિસમાં નોકરી કરતાં, ઓફિસનો સમય સવારે વહેલાથી લઈને સાંજે મોડા સુધી રહેતો, આ ભાઈ પણ ઓફિસ ના કામ માં એટલા ગળાડૂબ રહેતા કે સાંજે ઘરે આવે ત્યાં એની 8 વર્ષની દીકરી સૂઈ જાય,એક દિવસ આ ભાઈ કોઈ કારણસર વહેલા ઘરે આવી જાય છે, એનીદીકરી ને પોતાના પપ્પાને વહેલા ઘરે આવેલા જોઈને આશ્ચર્ય થયું.
દીકરીએ પપ્પાને કહ્યું “પપ્પા, તમે આટલું બધું કામ કરો છો, તો તમારી કંપની તમને પગાર શું આપે છે?”
પેલા ભાઇને થયું દીકરી ને વળી મારા પગારનું શું કામા હશે?
દીકરીને પૂછ્યું “બેટા મારા પગારનું શું કામ છે તારે?
દીકરી કહે “પપ્પા ક્યો તો ખરી”
પેલા ભાઈએ જવાબ આપ્યો કે “બેટા, મને એક દિવસ કામ કરવાનાહજાર રૂપિયા મળેછે.”
“અરે વા પપ્પા હજાર રૂપિયા??તો તો તમારા બોસ તમને જેમ કે એમ કરવું પડતું હશે ને?
પપ્પા એ થોડા દુખી સ્વરે કહ્યું “હા, બેટા મને એક દિવસના હજાર રૂપિયા તો મળે છે પરંતુ બદલામાં કેવડો મોટો ભાર અને જવાબદારી મારી ઉપર થોપી દેવામાં આવે છે,એક દિવસ ના હજાર રૂપિયા કમાવા કઈ સહેલા નથી”
નાનકડી દીકરી પપ્પાની વાત વચ્ચે થી જ કાપી ને પપ્પાને કહે છે “ પપ્પા એક મિનિટ, હું હમણાં આવું”
દીકરી પોતાની રૂમ માં જાય છે અને થોડાક જ સમય પછી તરત બહાર આવે છે પોતાના હાથ માં એક ગલ્લો લઈને”
પપ્પાની સામે જ એ ગલ્લો ખોલે છે અને પપ્પાને કહે છે પપ્પા મે કેટલાક સમય થી આ ગલ્લામાં પૈસા નાખીને બચાવવાનું ચાલુ કર્યું છે ચાલો આપણે ગણી લઈએ આ કેટલા છે, મારી મદદ કરોને,
પપ્પાને ઓફિસ નું કેટલુક કામ પેન્ડિંગ પડ્યું હતું પણ તેમ છતાં દીકરી એ જીદ કરી છે તો કહ્યું ચાલ ગણી આપું.”
પપ્પા એ પૈસા ગણ્યા અને કહ્યું “અરે વાહ બેટા, તે તો 900 રૂપિયા ભેગા કરી લીધા ને વળી, પરંતુ પપ્પા એ જોયું તો આ વાત સાંભળીને દીકરી ખુશ થવાના બદલે દુખી થય ગઈ,
પપ્પા એ પૂછ્યું “બેટા તું કેમ ઉદાસ થય ગઈ, હવે તો તારી પાસે 900 રૂપિયા છે, હવે તો તું તારૂ ફેવરિટ કોઈ પણ રમકડું ખરીદી શકે છે,
દીકરી એ ઉદાસ સ્વભાવે જ કહ્યું “પરંતુ પપ્પા, મારે જે જોઈએ છે એના માટે આમાં 100 રૂપિયા ઓછા છે”
પપ્પા ને થયું વળી 1000 રૂપિયા ની કઈ વસ્તુ ખરીદવી હશે દીકરીને?
એટ્લે પપ્પા એ તરત જ પાકીટ માથી 100 રૂપિયા કાઢીને દીકરી ને આપ્યા અને કહ્યું “લે બેટા હવે તું ખુશ થય જા, હવે તારા 1000 રૂપિયા પૂરા થય ગયા.
સાથે સાથે પૂછે છે પરંતુ બેટા એ તો કહે તારે 1000 રૂપિયા માં લેવું છેશું?
ત્યારે દીકરી નો જવાબ સાંભળીને પપ્પા નું હ્રદય ભરાઈ આવ્યું
દીકરી એ કહ્યું “પપ્પા તમે કહેતા હતા ને કે તમને તમારા બોસ એક દિવસ ના 1000 રૂપિયા આપે છે?
(દીકરી પોતાના હાથમાં રહેલા બધાજ પૈસા પપ્પા ને આપતા કહે છે)
આ લ્યો હજાર રૂપિયા પપ્પા, મને તમારો એક દિવસ જોઈએ છે, એક આખો દિવસ, મારી સાથે તમે બેસો, વાતો કરો, રમો, આપણે બંને સાથે હરીએ ફરીએ, મસ્તી કરીએ, બસ પપ્પા મને તમે આ હજાર રૂપિયા ના બદલામાં તમારા એક આખા દિવસ નો સમય આપો”
દીકરીની વાત સાંભળતા જ પપ્પા ની આંખ માથી આંસુ સરી પડ્યા અને દીકરી ને ગળે લગાડી ને કહે છે “દીકરી, આપ્યો, મારો આખો દિવસ તને આપ્યો, (દીકરીના પૈસા પાછા એનાજ ગલ્લામાં મૂકીને હરખ ઘેલી સ્માઇલ સાથે પપ્પા કહે છે) અને બેટા એ પણ સાવ મફત”
નાનકડી દીકરી એ પપ્પાને આજે અહેસાસ કરાવ્યો કે કંપનીના કામમાં પોતે ફેમિલીને ટાઈમ જ નહોતા આપીરહ્યા,
અને “સોરી બેટા” કહીને દીકરીને ફરીથી ભેટી પડે છે.
મિત્રો સંતાનને માત્ર ભૌતિક સુવિધાની જ નહીં પરંતુ સમય અને પ્રેમ ની પણ જરૂર છે. રૂપિયા કમાવાની દોડમાં આપણે આ બાબત પર વિચારજ નથી કરતાં.
આજના મોર્ડન માતા-પિતા ભૌતિક સંપત્તિ કમાવવા માટે એટલા બીઝી થઈ ગયા છે કે તેઓ પોતાના બાળક માટે સમય જ નથી કાઢી શકતા.
યાદ રાખજો ગમે તેટલા રૂપિયા કમાયા હશો પણ પોતાના બાળકમાં સંસ્કારો નું સિંચન કરવાનો સમય ચૂકી ગયા તો એક પણ રૂપિયો કામ માં નહીં આવે.
કાળજીપૂર્વક સંસ્કારોથીબાળકોને સાચવવા એ દરેક માતા પિતાની ફરજ છે.
મિત્રો તમારું આ વિશે શું કહેવું છે? તમારા મંતવ્યો નીચે કમેંટ કરીને જરૂરથી જણાવજો.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Previous Articleઆ વાત સાંભળીને તમારા જીવનમાં જુનૂન આવી જશે સમોસાવલો
Related Posts
Add A Comment