ઘરેણાં હિન્દૂ સંસ્કૃતિનો અનમોલ પાયો છે. સમયના પરિવર્તન સાથે હિન્દૂ સંસ્કૃતિ પર પશ્ચિમી સંસ્કૃતિનો રંગ ચડ્યો. અને ઘરેણાં રૂપી પાયાને બધા અવગણવા લાગ્યા. ફક્ત હિન્દૂ સંસ્કૃતિમાં આ રીતે માથું, વાળ, કાન, નાક, ગરદન, હાથ, આંગળીઓ, કમર અને પગમાં ઘરેણાં પહેરવાની પરંપરા છે.
આ ઉપરાંત, હિંદુ ધર્મમાં મહિલાઓને ખાસ પ્રસંગોએ ખાસ ઘરેણાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે લગ્ન સમારંભો અને તહેવારો દરમિયાન બાજુબંધ અને કમરબંધ પહેરવા. આ આભૂષણો પ્રદર્શન અથવા આનંદની વસ્તુઓ નથી, પરંતુ સ્ત્રીઓને ચૈતન્ય (દૈવી ચેતના) આપવા અને તેમનામાં દૈવીત્વ સક્રિય કરવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. હિન્દુ સંસ્કૃતિમાં આખા શરીરે ઘરેણાં પહેરવાની પરંપરાનું મહત્વ સમજી શકાય છે.આ ફક્ત હિન્દૂ સંસ્કૃતિની મહાનતાને બતાવે છે જે દરેક લેવલ પર માનવતાના આધ્યાત્મિક કલ્યાણ વિશે વિચારે છે. ।
ઘરેણાં વગર આકાર તેજોમય નથી. આકાર વગર ક્રિયા નથી. ક્રિયા વગર પ્રકૃતિ નથી અને પ્રકૃતિ વગર માયા નથી. માયારૂપી વિશ્વને ચૈતન્યમય બનાવવા માટે ઘરેણાની જરૂર હોય છે.
ઘરેણાંના સ્પર્શથી દેહની ચેતના જાગૃત થાય છે. ચેતનાથી દેહ સજાગતા આવે છે. સજાગતાથી દેહ સાત્વિક તેજ રૂપી તરંગો ગ્રહણ કરી સંવેદનશીલ બને છે.આ સંવેદનશીલતામાંથી જ તેજ આવે છે. તેજમાંથી દિવ્યતા આવે છે અને દિવ્યતામાંથી સુખ આવે છે. સુખમાંથી આનંદના રૂપમાં દૈવી સિદ્ધાંતની અનુભૂતિ થાય છે. દૈવી સિદ્ધાંતનું મૂલ્યાંકન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.
ચહેરાના આનંદી તેજ અને ચમકદાર આભૂષણો વાતાવરણના રજ-તમ-ધન-કણોનો નાશ કરે છે, તેથી તે તારક છે, એટલે કે દિવ્યતાનો કર્તા છે, અને મારક એટલે નકારાત્મક શક્તિઓનો નાશ કરનાર
મનુષ્યને એના દેહ પ્રત્યે આશકિત હોય છે. દેહ શણગારવા માટે એટલે કે પોતાના સૌંદર્ય વૃદ્ધિ કરવા માટે ઘરેણાં ધારણ કરવામાં આવે છે. દેવતાના તારક અથવા મારક તત્વને આકર્ષિત કરવાના હેતુ મુજબ, નાગ, કમળ વગેરે જેવી કલાકૃતિઓ ધરાવતા આભૂષણો પહેરવામાં આવે છે.
પ્રાચીન સમયમાં ક્ષત્રિય રાજાઓ સોના અને ચાંદીના ઘરેણાં પહેરતા હતા. આ કારણોસર, જ્યારે દુશ્મન અઘોરી (તાંત્રિક) નો ઉપયોગ કરે છે, ત્યારે તે તેની સુરક્ષામાં મદદ મળતી હતી
ગ્રહોનો મનુષ્યના જીવન પર ઘણો પ્રભાવ હોય છે. ગ્રહોની પીડામાંથી નિવારણ મેળવવા અથવા તેનાથી બચવા માટે વિવિધ રત્નોની વીંટી પહેરવા વિશે જ્યોતિષશાસ્ત્રમાં માહિતી આપવામાં આવી છે.