ઉનાળાની સખત ગરમીમાં સામાન્ય લોકોની જેમ જ ગુજરાતી કલાકારોને પણ ફરવાનું મન તો થાય જ ને. અને આપણે સૌએ એ દરમિયાન ગુજરાતી કલાકારોના વિદેશ પ્રવાસની એમને સોશિયલ મીડિયા પર શેર કરેલી ઘણી તસવીરો જોઈ છે. ત્યારે હવે હાલમાં જ ગુજરાતના જાણીતા ગાયિકા ફરીદા મીર પણ વિદેશ પ્રવાસે ગયા છે તો ચાલો જાણી લઈએ કે તેઓ ક્યાં દેશની મુલાકાતે છે
અન્ય ગુજરાતી કલાકારોની જેમ ફરીદા બેન મિરે પણ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે તસવીરો શેર કરીને તેમને જણાવ્યું હતું કે તેઓ હાલ યુએસએમાં વેકેશન માણી રહ્યા છે. તેમને હેલિકોપ્ટરમાં બેઠેલી પોતાની એક તસ્વીર શેર કરી છે, આ તસવીર હવાઈની છે.
ફરીદા બેન મીરની વાત કરીએ તો એક ભજન કલાકાર તરીકે તેમને ખૂબ નામ રોશન કર્યું છે. મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે અનોખું નામ બનાવ્યું. ફરીદા બેન મીરે દસમા ધોરણ બાદ અભ્યાસ છોડીને પિતા તરફથી મળેલા વારસાને વળગી રહી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા.એ બાદ ફક્ત સંગીતમાં જ નહીં પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન આગળ પડતું રહ્યું છે
આજે ફરીદા બેન લકઝરીયસ લાઈફ જીવી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. તેમને માત્ર ભજન જ નહીં પણ અન્ય ઘણા ગીતો ગાયા છે,જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ફરીદા મીરે માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ગાયિકી ક્ષેત્રમાં ઝંપ લાવ્યું હતું અને પિતા સાથે જાહેરમાં કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું.
ફરીદા મીરે એ બાદ લગ્ન ગીતો પણ ગાવાનું શરૂ કર્યું. આજે ફરીદા મીર દેશ-વિદેશોમાં પોતાની ખ્યાતિ મેળવી ચુક્યા છે. ફરીદા મિરે અનેક ભજનો ગાય ને આપમેળે સફળતા મેળવી ને પોતાની સંપત્તિ બનાવી છે, ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ લકઝરીયસ અને સુખસાહેબી યુક્ત છે