બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની એક્ટિંગની સાથે સાથે તેની ગ્લોઇંગ સ્કિન અને જાડા વાળ માટે જાણીતી છે. તમન્નાના ચાહકો તેની ચમકદાર સ્કિન અને જાડા વાળને પસંદ કરે છે.તમન્ના ભાટિયા વાળની સંભાળ માટે કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરતી નથી પરંતુ કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તો ચાલો આજે જાણી લઈએ તમન્ના ભાટિયાના જાડા વાળનું રહસ્ય.
ડુંગળીનો રસ :
તમન્ના ભાટિયા બાઉન્સી અને મુલાયમ વાળ માટે ડુંગળીના રસનો ઉપયોગ કરે છે. ડુંગળીનો રસ વાળને ઘટ્ટ બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમન્ના ભાટિયા અઠવાડિયામાં બે વાર ડુંગળીનો રસ વાળમાં લગાવે છે. તમન્ના ભાટિયા ડુંગળીના રસને નારિયેળના તેલમાં ભેળવીને વાળમાં માલિશ કરે છે.
વાળમાં 20 મિનિટ માલિશ કર્યા પછી, વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. ડુંગળીનો રસ મૂળને મજબૂત બનાવે છે. ડુંગળીનો રસ લગાવવાથી હેર ફોલની અને ડેન્ડ્રફની સમસ્યા પણ ઓછી થાય છે.
ડુંગળીનો રસ લગાવવાની રીત :
સૌપ્રથમ એક ડુંગળી લો. ડુંગળીને છોલીને મિક્સરમાં ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પછી એક બાઉલમાં ડુંગળીનો રસ કાઢી લો. ડુંગળીના રસ સાથે નારિયેળ તેલ મિક્સ કરો. ત્યાર બાદ આ મિશ્રણને વાળના મૂળમાં લગાવો. હળવા હાથે વાળમાં માલિશ કરો. 20 મિનિટ મસાજ કર્યા પછી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત ડુંગળીના રસનો ઉપયોગ કરો.
વાળમાં ડુંગળીનો રસ લગાવવાના ફાયદા :
ડુંગળીના રસમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે જે વાળ ખરતા ઘટાડે છે. ડુંગળીનો રસ લગાવવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી નવા વાળની વૃદ્ધિ થાય છે અને સાથે જ મૂળ પણ મજબૂત થાય