છેલ્લા કેટલાક વર્ષોમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા વ્યવહારોમાં વધારો થયો છે. ડેબિટ કાર્ડે આપણા ટ્રાન્જેક્શનને સરળ અને અનુકૂળ બનાવ્યા છે. હવે જો તમે કોઈપણ સામાન અને સેવાઓ ખરીદો છો, તો તમે સરળતાથી ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરી શકો છો. ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી આપણું કામ સરળ થઈ ગયું છે, તેની સાથે ઓનલાઈન છેતરપિંડી પણ વધી છે. આવી સ્થિતિમાં ડેબિટ કાર્ડનો ડેટા સુરક્ષિત રાખવો એ પોતાનામાં એક ચેલેન્જ છે.
ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો. છેતરપિંડી કરનારાઓ તમારા એકાઉન્ટની માહિતી મેળવવા માટે વિવિધ તકનીકોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક રીતો જણાવીશું, જેને અપનાવીને તમે તમારા ડેબિટ કાર્ડને સુરક્ષિત રાખી શકો છો. આવો જાણીએ એ પદ્ધતિઓ વિશે…
ભૂલથી પણ કોઈપણ વેબસાઈટ પર તમારા કાર્ડની માહિતી ઓટોફિલ ન કરો. ઘણી વખત લોકો ઝડપી ટ્રાન્ઝેક્શન કરવા માટે કાર્ડને વેબસાઇટ અથવા એપ પર સેવ કરે છે. આવી સ્થિતિમાં, હેકરને તેમને ઍક્સેસ કરવા માટે માત્ર OTP ની જરૂર છે અને તેના કારણે તમારું કાર્ડ તદ્દન અનસેફ બની જાય છે.
તમારા કાર્ડનો ફોટો ક્યાંય પણ પોસ્ટ કરશો નહીં. ખાસ કરીને સોશિયલ મીડિયા પર નહીં. ડેટા ચોરી કરનાર આના દ્વારા સરળતાથી તમારા કાર્ડની વિગતો મેળવી શકે છે.
પબ્લિક અને ફ્રી વાઈ ફાઈ દ્વારા ટ્રાન્જેક્શન કરવાથી બચો
ડેબિટ કાર્ડના ઉપયોગ માટે સૌથી મહત્વપૂર્ણ ગોપનીય માહિતી પિન છે. તમારા ફોન પર અથવા કાગળ પર તમારો PIN ક્યારેય સેવ ન કરો . તેને યાદ રાખવું જ સારૂ છે.
જો કૉલ પર કોઈ વ્યક્તિ તમારો PIN માંગે તો તરત જ એલર્ટ થઈ જાવ. બની શકે કે તે કોઈ બેંક અધિકારી નહી પણ છેતરપિંડી કરનાર હોય, કારણ કે બેંક કોઈપણ સેવા માટે તમારો પિન નથી માંગતી.