સુરતના પાસોડરામાં 12 ફેબ્રુઆરીના રોજ થયેલા માસુમ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસને એક મહિના કરતા પણ વધુ સમય વીતી ચુક્યો છે. ગણતરીના દિવસોમાં જ પોલીસ દ્વારા SIT ની ટીમનું ગઠન કરીને કોર્ટમાં ચાર્જ સહિત પણ રજૂ કરી દેવામાં આવી હતી અને એ બાદ હવે ડે ટુ ડે ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે ગ્રીષ્માં હત્યા કેસમાં હવે 76 સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હવે માત્ર 10 સાક્ષીઓની જ જુબાની લેવાની બાકી છે.
આરોપી ફેનીલની ગ્રીષ્મા કેસના તમામ સાક્ષીઓએ ઓળખ કરી છે એવામાં હવે આરોપીને હત્યા કરવાના આરોપમાં ફાંસીએ ચડાવવાની પણ પુરી તૈયારી થઈ ગઈ છે એવું લાગે છે.
આરોપી ફેનીલ ગ્રીષ્માની હત્યા કરવા માટે જે ચપ્પાનો ઉપયોગ કર્યો હતો એ ચપ્પુ એને જે દુકાનમાંથી ખરીદ્યુ હતું, તે દુકાનદારની જુબાની પણ લેવામાં આવી હતી. એ દરમિયાન દુકાનદારે જણાવ્યું હતું કે ફેનિલે આ ચપ્પુ પોતાના પ્રોટેક્શન માટે લીધું હોવાનું જણાવ્યું હતું.
કોર્ટે થોડા દિવસ પહેલા પણ ટ્રાયલ કર્યું હતું અને એ દરમિયાન આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ દરમિયાન કેસની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ આરોપી ફેનીલ બેભાન થઈને પડી ગયો હતો એ બાદ એને તાત્કાલિક ધોરણે 108માં સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.
ફેનીલને સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ અહીં તેની તાત્કાલિક ધોરણે સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. તેની તબિયતમાં 1 કલાક અને 20 મિનિટની સારવાર બાદ સુધારો આવ્યો હતો. ફેનીલ કોર્ટની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન જ આમ બેભાન થઈને ઢળી પડ્યો હતો જેના કારણે ભારે ઓહાપોહ થઈ ગયો હતો.આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે આરોપી ફેનીલ ગોયણીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ ગળ્યું ખાવાની માંગણી કરી હતી. પરંતુ કોર્ટની પરવાનગી સિવાય તેને જમવાનું આપવા નહિ આવે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે બાદ ફેનિલને ફરીથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.
ફેનીલ જ્યારે ફરીવાર કોર્ટમાં પહોંચ્યો એ બાદ એને કોર્ટમાં જ લાડુ ખાવાની પરમિશન માંગી પણ કોર્ટે એને રદ કરી દીધી હતી. આ સમગ્ર બાબત પછી ગ્રીષ્માંના વકીલે કહ્યું હતું કે ફેનીલની તબિયત એકદમ ઠીક છે એ બસ નાટક કરી રહ્યો છે