થોડા મહિનાઓ પહેલા સુરત શહેરમાં જાહેરમાં જ એક કાળજું કંપાવી નાખે તેવી ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં ફેનીલ નામના એક નરાધમે ગ્રીષ્મા નામની યુવતીનું જાહેરમાં જ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. જે અંગે હવે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને આરોપી ફેનીલને ફાંસીની સજા કરવામાં આવી છે
ફેનીલને ફાંસીની સજા અપાઈ એ પછી જે ગ્રીષ્માના પરિવારને હાશકારો છે. પરંતુ અપરાધી ફેનીલ ગોયાણીના વકીલ ઝમીર શેખ જરા ઊંચા નીચા થઈ ગયા હતા તેમજ તેઓ ખૂબ જ નાખુશ દેખાઈ રહ્યા છે.ફેનીલના વકીલ ઝમીર શેખ એ આ ચુકાદાને લઇને હજુ હાઇકોર્ટમાં અપીલ કરતા કહ્યું છે કે, ફેનીલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો. જે વાતનો ઉલ્લેખ હજુ કરવામાં આવ્યો નથી અને સાક્ષીઓએ 164માં નિવેદનમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.
શેખે મીડિયાને સાથે રાખીને આ વાત જણાવતા કહ્યું કે, ફેનીલ ગોયાણીને સોસાયટીવાળાઓએ પથ્થરમારો કર્યો હતો અને એ પથ્થરથી બચવા માટે ફેનીલ આવું કૃત્ય કર્યું. હજુ સુધી ડેડબોડીનું પંચનામું નથી થયું એવું પણ જણાવ્યું હતું.
ગ્રીષ્માં કેસના નરાધમ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી એ પછી કોર્ટના ચુકાદાને પડકારીને ફેનીલના વકીલે કહ્યું કે, આ ચુકાદો હજુ સેશન કોર્ટમાં જતાં સુધી ફરી જશે. હજુ અમારી પાસે ૩૦ દિવસનો સમય છે અમે હજુ આ ચુકાદાને લઇને આગળ અપીલ કરીશું.
આ ઉપરાંત ફેનીલના વકીલ વધુમાં જણાવ્યું હતું કે, અમારાથી બનતા તમામ પ્રયાસો અમે કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, ફેનીલને ગ્રીષ્માના પરિવાર દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતો હતો અને ટોર્ચર પણ કરતા હતા.
ઝમીર શેખે એમ જણાવ્યું છે કે, ગ્રીષ્માં અને ફેનીલના પ્રેમ સંબંધને હું રેકોર્ડ ઉપર લાવવા માગતો હતો નથી, તેમણે પથ્થરમારાની વાત સાથે રેકોર્ડ ઉપર પણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે અમે હાઇકોર્ટને બતાવીશું, સુપ્રીમ કોર્ટ ને પણ બતાવીશું.
એમને આગળ કહ્યું હતું કે હાઇકોર્ટ સુધી હજુ આખો રેકોર્ડ મોકલવામાં આવશે અને જ્યાં સુધી હાઇકોર્ટ બહાલી નહીં આપે ત્યાં સુધી આરોપી ફેનીલને ફાંસી આપવામાં નહીં આવે અને હજુ પણ આ કેસ મામલે અપીલ કરતા રહેશે.
આરોપી ફેનિલની ફાંસીને રોકવા માટે આરોપીના વકીલ ઝમીત શેખ તેમનાથી બનતા તમામ પ્રયત્નો કરશે. ત્યારે હવે આ કેસ મામલે શું નવું આવશે તે તો આવનારો સમય જ બતાવશે.