ગુજરાતમાં હાલ સોખડાધામના સંતોના રહસ્ય અને વિવાદ અને રહસ્યો સમયની સાથે વધુને વધુ જટિલ બનતા જાય છે. આપણને બધાને જ ખબર છે કે જ્યાર થી સોખડાધામના મહંત શ્રી હરિ પ્રસાદ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા છે, એ પછીથી મંદિરનાં મહંત પદને લઈને પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચે ભારે સ્પર્ધા ચાલી રહી છે. હાલમાં જ પ્રબોધસ્વામી સંતો અને સાંખ્યયોગી મહિલાઓએ હરિધામમાં થી વિદાય લીધી છે. અને એ પછીથી ઘણા બધા વિવાદો શરૂ થયા છે.
હજી આ બધી ઘટનાઓ તો ચાલુ જ હતી એવામાં આ એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયમા ભારે ઓહાપોહ પછી ગયો છે. વાત જાણે એમ છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. પણ એ દરમિયાન અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી અને સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. સ્વામીના મૃત્યુ અંગે કેટલાક હરિભક્તોએ તપાસની માંગ કરી હતી.
હવે એક સમાચારમાં જાણવા મળ્યું છે કે,ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં એ વાત પરથી પડદો ઉઠ્યો છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હવે બધાની સામે એ પ્રશ્ન ઉભો થયો છે કે આ આત્મહત્યા છે કે પછી હત્યા?
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આટલો મોટો ખુલાસો થયા બાદ પોલીસે રિપોર્ટના આધારે નવેસરથી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે પોલીસે કરેલા પંચનામાંમાં સ્વામીના ગળાના ભાગમાં ત્રણ નિશાન દેખાતા હતા
હવે સ્વામીના ગળાના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા કરવા ઉલ્લેખ કરાયો હતો. આ સાથે એ સવાલ પણ ઉભો થયો હતો કે ગળાના ભાગેના નિશાન ક્યાંક અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી ને.
સંતો અને હરિભક્તોને ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મોત અંગે સવાલો થઈ રહ્યા છે.ગુણાતીત સ્વામી એકદમ સ્વસ્થ હતા. અને એટલે જ એમનું આમ અચાનક મૃત્યુ થયું એટલે હરિભક્તોને શંકા ગઈ અને ત્યારબાદ પોલીસને જાણ કરતા જ ગુણાતીત સ્વામીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.