ગુજરાત એ કલાકારોની ભૂમિ છે, અહીંયા ઘણા લોકગાયકો છે પણ આજે આપણે એક હાસ્ય કલાકાર વિશે વાત કરીશું જેમને આજે ગુજરાતમાં ખૂબ નામ મેળવ્યું છે અને એમને કોરોના મહામારીના સમયે ઘણું દાન કર્યું હતું
આ હાસ્ય કલાકાર એટલે હકાભા ગઢવી. જેમના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો તો ચાલો આજે જાણી લઈએ કે એક મિડલ કલાસ પરિવારમાં જન્મેલા હકાભાએ કઈ રીતે સફળતાનાં શિખરો સર કર્યા
ગુજરાતીઓના હૃદયમાં હાસ્યરસ ભરી દેનાર હકાભા ગઢવીના જીવનની એક ઝલક આજે આપણે જોઈશું. ગુજરાતના આ લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીનો જન્મ 10 જુલાઈ 1976માં થયો હતો. એમનું મૂળ વતન સરભળા ગામ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલું છે.
હકાભા જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા સાધુ થઈ ગયા હતા અને તેઓ એમની માતા અને દાદી સાથે રહેતા હતા. એ બાદ નાનપણમાં જ એમને માતાની હૂંફ પણ ગુમાવી અને એ પછી એમના દાદીએ જ એમને મોટા કર્યા
તમને જણાવી દઈએ કે હકાભા ગઢવીનું સાચુ નામ મનહરદાન ચંદુભાઈ ગઢવી છે. તેમનું જીવન ખૂબ જ સંઘર્ષ વાળું રહ્યું છે એનું કારણ છે માતાનાં નિધન બાદ તેમના પિતાનું પણ નિધન થઈ ગયેલું. એટલે તેમના દાદીમાએ ઘરકામ કરીને હકાભાનો ઉછેર કર્યો હતો અને તેમને શાળામાં અભ્યાસ માટે મોકલ્યા હતા પરતું હકાભાને ભણવામાં બહુ રસ નહતો, પણ શાળામાં જઉં પ્રોગ્રામ થતા એમાં એ ખૂબ ઉત્સાહથી ભાગ લેતા
હકાભા ગઢવી 14 વર્ષની ઉંમરે સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કરીને નોકરી કરવા અમદાવાદ ગયા હતા અને અહીંયા તેઓ પુઠા બનાવવાનાં કારખાનામાં કામ કરતા હતા, એમને અહીં એસિડના કેરબા પણ ઉપાડ્યા છે અને એ બાદ તેમને ઘંટી ચલાવવાનું શરૂ કર્યું. સમયનું કરવું અને એમનું એ કામ બરોબર ચાલ્યું અને એ બાદ એમને લગ્ન કર્યા અને ત્યારબાદ એવી તકલીફ આવી કે ફરી તેમનું કામ બંધ પડી ગયું. એ પછી એમને કડીયા કામ કરવાનું શરૂ કર્યું.
એમને એવો કપરો સમય પણ જોયો છે જ્યારે તેમની દીકરીને વીંછી કરડ્યો હતો પરતું તેમની પાસે ઈલાજના 7000 રૂ નાં હતા અને આજ કારણે તેમની દીકરીને જીવ ગુમાવવો પડ્યો.
હકાભાના જીવનમાં એક પછી એક ઘણા દુઃખો આવતા ગયા પરતું તેમને હાર ન માની અને આખરે તેમના જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો. દરર વર્ષે સોનલ બીજના દિવસે ચારણ સમાજ ભેગી થતો અને સૌ કોઈ કલાકારો સાહિત્યનું રસપાન કરાવતા અને એમાં હકાભા ને પણ સ્થાન મળતું અને બસ પછી તો સમય જતાં તેમને પોતાનું જીવન હાસ્યરસ પીરસવાનું નક્કી કર્યું.
તેમને માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી સાથે પણ કામ કરવાનું શરૂ કર્યું અને તેમનું જીવન ત્યારે બદલાયું જ્યારે તેમને મોરારી બાપુ સાથે રહીને દેશ વિદેશમાં લોકોને પોતાની કળા થી મંત્રમુગ્ધ બનાવ્યા.
આજે હકાભા ગુજરાતમાં એક ખૂબ જ જાણીતું નામ બની ગયા છે, તેઓ એક લોકપ્રિય કલાકાર તરીકે પ્રખ્યાત છે અને હાલમાં જ કોરોનાંકાળમાં તેમને દાન ધોધ વરસાવ્યો હતો.
વાત જાણે એમ છે કે તેમની બંને દીકરીઓ એ કહ્યું કે આપણે દાન નાં કરવું જોઈએ? આ વાત સાંભળતા જ તેમને પોતાના ત્રણ બેંક એકાઉન્ટ પૈસાનો કોરો ચેક દાનમાં આપી દીધા હતા.