હાર્દિક પટેલ કે જેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે, તેમનીપક્ષ સાથેની નારાજગીએ હવે ગંભીર સ્વરૂપ લીધું છે. છેલ્લા કેટલાક દિવસની હાર્દિક પટેલના નિવેદન અને ગતિવિધિઓને હવે કૉંગ્રેસે ગંભીર ગણ્યા છે અને તેની સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે ગુજરાતની મુલાકાતે જ્યારે રાહુલ ગાંધી આવ્યા ત્યારે એમને હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ હાર્દિક પટેલની ગેરહાજરી જોવા મળી છે. એના પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ હાર્દિકને બહારનો રસ્તો બતાવી શકે છે
તાજેતરમાં જ હાર્દિક પટેલની કોંગ્રેસના નેતૃત્વ સાથે વધતી તિરાડનો દાખલો જોવા મળ્યો હતો. એમાં ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ પાટીદાર નેતા હાર્દિક પટેલ સાથે વન-ટુ-વન બેઠક કરવાનું ટાળ્યું હતું.
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ દાહોદમાં આયોજિત આદિવાસી રેલીમાં એક જ સ્ટેજ પર હતા, કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ જે રીતે છેલ્લા કેટલાક દિવસથી હજાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે એનાથી રાહુલ ગાંધી ખુશ નથી.
એકબાજી જ્યાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એવા સમયે હાર્દિકની નારાજગી અને નિવેદનબાજીથી કૉંગ્રેસ પણ હવે હાર્દિકની હાકલપટ્ટી માટે તૈયાર હોય એવું લાગે છે છે.
હવે જો હાર્દિકનો હાથ જો કોંગ્રેસ પણ છોડી દે તો હાર્દિક પટેલ પાસે ફક્ત આમ આદમી પાર્ટીનો હાથ ઝાલવાની તક જ છે, પરંતુ ભાજપમાં હાર્દિકની એન્ટ્રીની શક્યતા એકદમ નહિવત છે. આમ, ચૂંટણી સમયે જ હાર્દિકની સ્થિતિ કફોડી બની શકે એમ છે.