આપણા સ્વાસ્થ્ય અને માનસિક અનુભવ વિશે પણ આપણા પેશાબનો રંગ કહી શકે છે.પેશાબ દ્વારા શરીરમાંથી બેક્ટેરિયા સિવાય પ્રોટીન અને સુગર વગેરે પણ બહાર નિકળે છે. આ જ કારણે વ્યક્તિ જ્યારે બીમાર પડે તો ડોકટર યૂરિન ટેસ્ટ કરવાતા હોય છે. તમને જણાવી દઈએ કે પેશાબના ડાર્ક લાઈટ કલરને જોઈને, ડોકટરો એ પણ કહેવામાં સક્ષમ છે કે આપણું શરીર કેટલું ડિહાઇડ્રેશન મેળવી રહ્યું છે અને જો શરીર નિર્ધારિત મર્યાદા કરતા વધારે ડિહાઇડ્રેટ હોય તો ડી-હાઇડ્રેશનથી શરીરને બચાવવા માટે શું કરવું જોઈએ.
અમેરિકામાં આવેલ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ યુરિનના રંગથી કેન્સરની જાણકારી આપતો પ્રયોગ કર્યો છે. તમને જણાવી દઈએ કે યુરિનના રંગ, ગંધ, ફ્લો પરથી રોગોની માહિતી મળે છે.
સામાન્ય રીતે પેશાબનો રંગ પીળો હોય છે. તેનું કારણ છે પિગમેન્ટ, જેને યૂરોક્રોમ કે યૂરોબિલિન પણ કહે છે. આમ, આ માહિતીના આધારે સેલ્ફ ડાયગ્નોસિસથી બચી શકાય છે. જો તમને એમ લાગે કે તમારા યુરિનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો દેખાઈ રહ્યો છે તો તરત જ ડોકટરનું માર્ગદર્શન લેવું જરૂરી છે.
જો યુરિન ટેસ્ટ દરમિયાન યુરીન જો વાદળી રંગનું હોય તો તે કોલોન કેન્સર હોવાના સંકેત આપે છે, રિસર્ચ કરનારનો દાવો છે કે ટેસ્ટની આ રીત ઘણી સસ્તી છે, જેથી સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરી શકશે, આ શોધ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી અને લંડનના ઇમ્પીરિયલ કોલેજે મળી ને કરી છે, સંશોધકોના જણાવ્યા મુજબ , યુરીનની તપાસથી શરૂઆતના જ સ્ટેપમાં જ કેન્સર ડિટેકટ કરી શકાય છે.
એક રીસર્ચ મુજબ લેબમાં આ ટેસ્ટ માટે વધારે સાધનોની જરૂર નથી , કેન્સરની તપાસ માટે આ ખુબ સરળ પદ્ધતિ છે, સંશોધનકર્તા પ્રોફેસોર મૌલી નું કેહવું છે કે, તપાસ દરમિયાન યુરીનમાં રસાયણો ની ક્રિયા – પ્રતિક્રિયા દરમિયાન તેનો રંગ બદલે છે,જે કેન્સરની જાણકારી આપે છે, આ પ્રયોગ પહેલા ૨૮ ઉંદરો પર કરવામાં આવ્યો હતો, જેમાં ૧૪ કોલોન કેન્સર પીડિત હતા અને ૧૪ નોર્મલ હતા, સેમ્પલ લીધા બાદ અડધા કલાકમાં તેની તપાસ થઇ શકે છે.
આમ ફો કેન્સરની તપાસ માટે એમઆઈઆર સ્કેન, બ્લડ ટેસ્ટ ,કરવામાં આવે છે પણ એનો રીપોર્ટ આવતા ઘણી વાર લાગે છે, જયારે યુરીન રીપોર્ટથી તમને એક કલાકમાં જ રીપોર્ટ મળી જશે. સંશોધકો એ તેને કલરિમેટ્રિક યુરિનરી એસ્સે નામ આપ્યું છે.