એક્સપર્ટ અનુસાર કેલ્શિયમ, આયોડીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડીના ગુણોથી ભરપૂર દૂધ કમ્પ્લીટ ફૂડ માનવામાં આવે છે. એટલે બાળકો અને વડીલો બધાને દૂધ પીવાની સલાહ આપવામાં આવે ચર દૂધ પીવાના ફાયદા તો બધા જાણે જ છે પણ અમુક એવી વસ્તુઓ છે જેને દૂધ સાથે લેવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. તો ચાલો જાણી લઈએ એ વસ્તુઓ વિશે
ખાટા ફળો :
ખાટા ફળોમાં વિટામિન સીની સાથે સાઇટ્રિક એસિડ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે. દૂધની સાથે ખાટાં ફળો- નારંગી, લીંબુ, લીલું સફરજન, આમલી, આલૂ, આમળા, પાઈનેપલ વગેરેનું સેવન કરવાથી એ પેટમાં ફાટી જાય છે, જેના કારણે પાચન સંબંધી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
નમકીન બિસ્કિટ :
દૂધ સાથે નમકીન બિસ્કિટનું સેવન કરવાથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતો છે.
દૂધ અને મીટ :
દૂધ અને મીટનું કોમ્બિનેશન લેવાથી એલર્જીની આશંકા થાય છે. બન્નેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. બન્નેને એકસાથે લેવાથી પાચનક્રિયા પર અસર પડે છે જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
દૂધ અને માછલી :
દૂધની તાસીર ઠંડી હોય છે અને માછલીની ગરમ. દૂધ અને માછલી એકસાથે ખાવાથી ગેસ, એલર્જી અને સ્કિન સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે.
દૂધ અને ચેરી. :
આ કોમ્બિનેશન પણ સ્વાસ્થ્ય માટે નુક્શાનદાયી હોય છે .દૂધ પીવાના લગભગ 1 2 કલાક પછી ચેરીનું સેવન કરવું જોઈએ.
દૂધ અને ફણસ :
દૂધની સાથે ફણસ ખવાથી ખન્જવાળ, સોરાયસીસ વગેરે થવાની શક્યતાઓ રહે છે.
દૂધ અને તરબૂચ :
તરબૂચ અને દૂધનું કોમ્બિનેશન શરીરને નુકશાન પહોંચાડી શકે છે એટલે આ તરબૂચ અને દૂધ મિકસ ન કરો