એક દીકરીએ તેના બાપ માટે એવું કામ કર્યું સાંભળીને બાપ ની આખો ભીની થઈ ગઈ
એક પિતાએ એની લાડકવાઈ દીકરી કે જે તેને પોતાના જીવથી પણ વધારે વહાલી હતી, તેની સગાઈ કરાવી.
છોકરો ખૂબ સારો અને સંસ્કારી હતો,એટ્લે છોકરીના પિતા પણ ખુબજ ખુશ હતા,
વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી એક સારો જમાઈ શોધવાના કામમાંથી હળવાશ થઇ.
બંને કુટુંબ મિડલ ક્લાસ ફેમિલીમાથી જ હતા પરંતુ બંને કુટુંબોએ પોતાને મળેલ પૂર્વજોના સંસ્કારને ખૂબ સારી રીતે સાચવી રાખેલા,
થોડો સમય વીત્યા પછી બંનેનાં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યા, લગ્નના થોડા દિવસો પછી પતિ અને પત્ની હનીમૂન માટે થોડા દિવસ બહાર ફરવા જાય છે,એક દિવસ દીકરીના સાસરિયા વાળા એ વેવાઈને જમવા માટે તેડાવ્યા, તબિયત સારી ન હોવા છતાં દીકરીના પિતા નવા વેવાઈને ત્યાં મહેમાન બનીને જમવા આવ્યા.
ઘરમાં દીકરો અને વહુ તો હનીમૂન પર ગયા હતા તેથી રસોઈ દીકરાની માતાએ બનાવી હતી,
દીકરીના સાસરિયામાં દીકરીના માતા-પિતા ને ખૂબ જ આદર સાથે આવકારો આપવામાં આવ્યો,
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ચા બનાવવામાં આવે છે,
એવી જ રીતે અહીં પણ ચા આવી,
દીકરી ના પિતાને ડાયાબિટીસહતી,ડોક્ટરે ખૂબ સાવચેતી રાખવા માટે કહ્યું હતું.
એમના મનમાં હતું કે વેવાઈ ને ચા માટે ના પાડુ પરંતુ નવા વેવાઈને જરા પણ ખોટું ન લાગે તેથી કપ હસતા મોઢે લઇ લીધો,
પરંતુ ચા ની પહેલી ચૂસકી મારી તો બિલકુલ ઘર જેવી જ ચા. ખાંડ વગરની અને ઈલાયચી નાખેલી.
દીકરીના પિતા મનમાં વિચારતા હતા કે મારા ટેસ્ટની આ લોકોને કેવી રીતે ખબર પડી હશે?
એટલુજ નહીં પણ બપોરે જમવા બેઠા ત્યારે પણ બધી જ રસોઈ ડોક્ટરે જેવી સલાહ આપી હતી તે મુજબની જ હતી, બપોરની આરામની વ્યવસ્થા અને વરિયાળીનું પાણી બધી જ વ્યવસ્થા ઘરજેવી હતી જાણે કે પોતાનાજ ઘરે હોય એવું એને લાગ્યું,
દીકરીના પિતા ને સમજાતું ન હતું કે નવા વેવાઈ ને આ બધી વાત કેમખબર પડી?
દીકરીના સાસરેથી વિદાય લીધી ત્યારે તેમને પૂછ્યા વગર ચાલ્યું નહીં તેથી તેઓએ પૂછી લીધું કે “મારે શું ખાવાનું છે શું પીવાનું છે એના વિશે તમને લોકો ને કેવી રીતે ખબર પડી?”
દીકરી ના સાસુ એ કહ્યું “અરે ભાઈ,એ તમારી દીકરી, કાલે જ તમારી દીકરીની મારી સાથે વાત થય, મે એને કહ્યું “તારા મમ્મી – પપ્પા ને જમવાનું કરવાનું છે,”
તમારી દીકરીને તમારી ખુબજ ચિંતા છે એટ્લે એણે મને લાંબુ લિસ્ટ લખાવવાનું ચાલુ કર્યું “કે મારા પપ્પાને ડાયાબિટીસ છે, ચા માં ખાંડ નહીં નાખતા અને એને એલાયચી વાળી ચા ખુબજ પસંદ છે એ નાખજો,
જમવામાં શું શું ખાવાની ડોક્ટરે ના પાડી છે અને શું ખાઈ શકાય એનું લિસ્ટ આપ્યું અને કહ્યું આમાથી તમને જે સારું લાગે એ બાનવજો, બપોરે સુવા પછી જાગે એટ્લે વરિયાળીનું શરબત પાજો,
અને સાથે સાથે કહ્યું મારા પપ્પા નો સ્વભાવ ખૂબ ભોળો છે એટ્લે એ કઈ બોલશે નહીં, પરંતુ તેની તબિયતને ધ્યાન માં રાખીને તમે આટલો ખ્યાલ રાખજો”
આ વાત સાંભળી પિતાની આંખોની પાંપણ ભીની થઈ ગઈ,
આંખોના આંસુને રોકી ન શક્યા.
ઘરે આવતા ની સાથે જ ડ્રોઈંગ રૂમમાં રાખેલા પોતાના સ્વર્ગવાસી માતાના ફોટા પરથી હાર ઉતારીને નીચે મૂકી દે છે.
તેમના પત્નીએ પૂછ્યું “કેમ તમે બાના ફોટા પરનો હાર કાઢી નાખ્યો?”
આંખમાં આંસુ સાથે પત્નીને પોતાની દીકરીના રૂમમાં લઇ ગયો અને દીકરી ના ફોટા પર હાથ ફેરવતા કહ્યું “મને આજે ખબર પડી કે મારું આટ-આટલું ધ્યાન રાખનારી મારી આ માંતો ગઇ જ નથી, આ ઘરમાં હવે એણે આપણી લાડકવાયી દીકરી જાનકીના સ્વરૂપે જન્મ લીધો છે.”
મિત્રો, જેના ઘરમાં દીકરી હોય એને બે માનો પ્રેમ મળે છે, એક જન્મદાત્રીમાં અને બીજી દીકરીમાં રહીને બાપને જીવની જેમ, કદાચ જીવથી પણ વધારે સાચવનારી માં,
મિત્રો, હમેશા યાદ રાખો કે
જો દીકરો વારસ છે, તો દીકરી એ પારસ છે
દીકરો વંશ છે, તો દીકરી પરિવારનો અંશ છે
જો દીકરો પરિવારની આન છે, તો દીકરી ફક્ત પરિવારની નહીં પણ આખા સમાજની શાન છે
જો દીકરો માન છે, તો દીકરી સ્વમાન છે
જો દીકરો સંસ્કાર ફેલાવે છે, તો દીકરી ઘરની સંસ્કૃતિને ઉજાગર રાખે છે
દીકરો દવા છે, તો દીકરી દૂવા છે
દીકરો ભાગ્ય છે, તો દીકરી સૌભાગ્ય છે
દીકરો શબ્દ છે, તો દીકરી અર્થ છે
દીકરો ગીત છે, તો દીકરીઆખું સંગીત છે
દીકરો એક પરિવારને તારે છે જ્યારે દીકરી તો બે પરિવાર નેતારે છે
મિત્રો એક દીકરી વિશે તમારું શું કહેવું છે?નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.