આ વાત સાંભળીને તમારા જીવનમાં જુનૂન આવી જશે સમોસાવલો
એક મોટી કંપની ની સામે પ્રખ્યાત સમોસા વાળા ગોપાલની દુકાન હતી, મજાની વાત એ હતી કે ગોપાલ પોતે MBA પાસ હતો પરંતુ યોગ્ય નોકરી ના મળવાને કારણે સમોસા વેચતો,સામે રહેલી કંપનીના કર્મચારીઓ અહીં નાસ્તો કરવા માટે અવારનવાર આવે,
કંપનીનો મેનેજર રાહુલ અને આ ગોપાલ બંનેએ એક સાથે જ MBA ની ડિગ્રી મેળવેલી.
એકવાર મૅનેજર રાહુલ અહીં સમોસા ખાઈ રહ્યો હતો, સમોસા ખાતા ખાતા જ એણે ગોપાલ ને કહ્યું “ભાઈ ગોપાલ તારી દુકાન તો તે ખૂબ સારી બનાવી છે, પણ તું ભણેલો ગણેલો છે તું ધારે તો સારી એવી કંપનીમાં નોકરી મળી શકે છે.આ કેન્ટીન-ફેન્ટીન ના ચક્કરમાં કેમ પડ્યો છે?, ભણ્યા પછી નોકરી ગોતવામાં થોડી તકલીફ તો પડે પણ પછી ધીમે ધીમે બધું રાગે પડી જાય,આપણે બંનેએ સાથે જ ડિગ્રી પૂરી કરેલી, પરંતુ મે આ નોકરી પસંદ કરી અને તે સમોસા ની લારી, આટલા વર્ષો બાદ પરિણામ શું મળ્યું? હું આ કંપનીનો મેનેજર બની ગયો અને તું આજે પણ સમોસા જ વહેચે છે, તારો સમય અને તારી ટેલેન્ટ ખોટે ખોટી તે વેડફી,”
ગોપાલે મેનેજરની વાત શાંતિથી સાંભળી અનેપછી કહ્યું “ભાઈરાહુલ, તને ખોટું લાગે તો માફ કરજે પણ હું તને સચ્ચાઈ કહું, આજથી દસ વર્ષ પહેલાં આપણે બન્નેએ સાથે સફર શરૂ કરેલી,તને આ કંપનીમાં નોકરી મળી અને મને ના મળી, એટલે મેં ચાલુ કરી સમોસા ની લારી. આજથી દસ વર્ષ પહેલાં તારો પગાર હતો મહિનાનો10000 રૂપિયા અને હું કમાતો મહિને ફક્ત ૨૦૦0 રૂપિયા.
પાછલા 10 વર્ષમાં આપણે બંનેએ ખુબજ મહેનત કરી, આજે તને સુપરવાઇઝર માંથી મેનેજર બનાવી દીધો મે મારી સામાન્ય લારી ણે બનાવી આ આ પ્રસિદ્ધ દુકાન.
કદાચ તને ખબર ના હોય પરંતુ આજે તારો મહિનાનો પગાર ૫૦૦૦૦ છેજ્યારે મારી કમાણી મહિનાની બે લાખ,
પરંતુ હું મહિનાના બે લાખ કમાઉ છું એટલા માટે નહીં,મારી બીજી વાત તો આનાથી પણ અગત્યની છે.
મે જ્યારે આ ધંધાની શરૂઆત કરી ત્યારે મારી પાસે પૈસાની ખૂબ જ તંગી હતીઅને આજે મારી પાસે પૂરતા પૈસા છે સાથે સાથે સારામાં સારીએવી રાગે પડી ગયેલી મારી દુકાન, એટલે કાલે ઉઠીને મારા દીકરાને મારી જેટલી સમસ્યાઓ નહીં ભોગવવી પડે, મારી આ દુકાન મારા દીકરાને બેઠઠે બેઠ્ઠી મળશે, મેં જિંદગીમાં જે મહેનત કરી એનો લાભ મારા દીકરાને મળશે,
જ્યારે તે કરેલી મહેનતનો લાભ ફક્ત તારાકંપનીના માલિકને મળશે, તારા છોકરાને તો પહેલેથી જ મહેનત કરવી પડશે. નોકરીમાં પણ નાની પોસ્ટ થી શરૂઆત કરવી પડશે,તારી જગ્યાએ એને સીધો મેનેજર તો નહીં બનાવી શકાય ને,બની શકે તારો દીકરો તારી જેમ જ હોશિયાર હોય તો પણ ધીમે ધીમે કરતા ઘણા વર્ષોની મહેનત બાદ વધુમાં વધુ તારી મેનેજરની પોસ્ટ સુધી પહોંચી શકે, એનાથી વધારે કંઈ નહીં
પરંતુ મારા દીકરાને આટલુ સેટઅપ તૈયાર મળે છે, હવે એ પોતાની બુદ્ધિ ક્ષમતા અને આવડતથી મારા ધંધાને હજુપણ વધારે વિકસાવશે,
હવે મને કહે કે આપણાં બન્નેમાથી પોતાનો સમય અને ટેલેન્ટકોણે વેસ્ટ કર્યા?
મેનેજર ગોપાલને પોતાની ભૂલ સમજાય ગઈ
મિત્રો,માઈક્રોસોફ્ટના માલિક બીલ ગેટ્સે એકવાર કહ્યું હતું કે “હું કોલેજની પરીક્ષામાં ફેલ થતો અને મારા સાથીદારો પાસ થઈ જતા, આજે તેઓ માઈક્રોસોફ્ટ માં સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે પરંતુ હું માઈક્રોસોફ્ટનો માલિકછુ”
મિત્રો કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો, મહેનત, લગન અને ધીરજ થી કરવામાં આવતા દરેક કામ સફળતા અપાવે છે, જીવનમાં મળતી નિષ્ફળતાઓ થી ક્યારે પણ નિરાશ ન થવું જોઈએ તમે જ્યાં છો જેવી પોઝિશનમાં છો ત્યાંથીજ શરૂઆત કરી શકો છો સફળતા તો એક દિવસ જરૂર મળશે.