સમગ્ર દુનિયાના કરોડો લોકો એવા છે જે એન્ડ્રોઈડ ફોન વાપરે છે હવે એ બધા પર મોટું જોખમ મંડરાઈ રહ્યું છે. આ જોખમ એટલું ગંભીર છે કે ગૂગલે યુઝર્સ માટે અર્જન્ટ વોર્નિંગ જાહેર કરી છે.
ગૂગલને હેર્મિટ નામના માલવેરે ચિંતામાં મૂકી દીધું છે. એક અહેવાલ મુજબ હેર્મિટ માલવેર મારફતે હેકર્સ એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સને ફેક એપની જાળમાં ફસાવીને તેમના ફોનનો કંટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે.
તમને જણાવી દઈએ કે ગૂગલે એન્ડ્રોઇડ યુઝર્સને ચેતવણી આપી છે કે હેર્મિટ માલવેર મારફત હેકર દ્વારા યુઝર્સના ફોનમાં સેવ કરેલા ડેટા ચોરી થવાનું જોખમ છે. હેકર્સ આ માલવેરની મદદથી મ સરળતાથી યુઝરના કોલ લોગ અને ફોટો એક્સેસ કરી શકે છે. એટલું જ નહીં, હેર્મિટ અને ફેક એપની મદદથી હેકર ફોન કોલ્સને પણ પોતાની મરજી મુજબ કંટ્રોલમાં કરી શકે છે
અત્રે એ વાત નોંધનીય છે કે એન્ડ્રોઈડ યુઝર્સ પર આવેલી આ નવી આફતને સૌથી પહેલાં લૂકઆઉટની ટીમે પકડી હતી. અને એ બાદ હવે ગૂગલે પણ તેની પુષ્ટી કરી છે.
ગૂગલે જણાવ્યું છે કે તે આ ખતરનાક બગને મોનિટર કરી રહ્યું છે. કંપની આ બગના શિકાર બની ચૂક્યા હોય તેવા યુઝર્સને તેની માહિતી પણ આપી રહી છે. ગુગલે કહ્યું છે કે એન્ડ્રોઈડ યુઝર્સ કોઈ અજાણ્યા સોર્સથી કોઈપણ એપ ડાઉનલોડ ન કરે તે વધુ સારું હશે