ગૂગલ એક લોકપ્રિય સર્ચ એન્જિન છે અને વિશ્વભરના કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે. જ્યારે આપણને ઈન્ટરનેટ પર કોઈ વસ્તુ વિશે માહિતી જોઈતી હોય છે ત્યારે આપણે ગૂગલ પર સર્ચ કરીએ છીએ. મોટાભાગના લોકો તેમના પ્રશ્નોના જવાબો માટે ગૂગલ સર્ચ પર નિર્ભર રહે છે.જો કે, કેટલીકવાર ગૂગલ પર કેટલીક વસ્તુઓ શોધવી પણ સમસ્યા બની શકે છે. કેટલીક એવી બાબતો છે જેના વિશે ગૂગલ પર સર્ચ કરવાથી તમને જેલ થઈ શકે છે. જાણો તે વસ્તુઓ વિશે જેના વિશે ગૂગલ પર ભૂલથી પણ સર્ચ ન કરવું જોઈએ.
બોમ્બ બનાવવાની રિત :
ગૂગલ પર ક્યારેય પણ બોમ્બ બનાવવાની પ્રોસેસ સર્ચ કરવી જોઈએ નહીં. આવું કરવું અપરાધ છે. જો તમે ગૂગલ પર સર્ચ કરો છો કે બોમ્બ કેવી રીતે બનાવવો, તો સુરક્ષા એજન્સીઓ તમારા ફોન, કોમ્પ્યુટર અથવા લેપટોપના આઈપી એડ્રેસને ટ્રેક કરીને તમને પકડી શકે છે. આ માટે તમારે જેલમાં જવું પડી શકે છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી :
તમને જણાવી દઈએ કે સરકારે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને કડક નિયમો બનાવ્યા છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ ગૂગલ પર આવું કંઈક સર્ચ કરે છે, તો તેની વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને તેને જેલ પણ જવું પડી શકે છે. તે અપરાધની શ્રેણીમાં આવે છે.
ગર્ભપાત સાથે જોડાયેલી જાણકારી :
ભૂલથી પણ જો તમે ગુગલ પર સર્ચ કરો કે ગર્ભપાત કેવી રીતે થાય છે તો તમને જણાવી દઈએ કે તે ગુનો છે અને જો તમે આવા કામમાં લિપ્ત જણાય તો તમારે જેલ જવું પડી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતમાં ગર્ભપાતને લઈને કાયદામાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સારું રહેશે કે ગુગલ પર ગર્ભપાત સંબંધિત કોઈપણ સામગ્રીને સર્ચ ન કરવામાં આવે
ફિલ્મ પાયરસી હાલના દિવસોમાં સૌથી મોટા ગુનાઓમાંનો એક છે. ફિલ્મ રીલીઝ થાય તે પહેલા તેને ઈન્ટરનેટ પર મુકવી અથવા ફિલ્મનું પાઈરેટેડ વર્ઝન નેટ પર લીક કરવું એ અપરાધની શ્રેણીમાં આવે છે. આ સિવાય પાઈરેટેડ મૂવી ઓનલાઈન ડાઉનલોડ કરવી પણ ગેરકાનૂની માનવામાં આવે છે. જેના માટે સરકારે કાયદામાં સજાની જોગવાઈ કરી છે.