મમ્મી પપ્પા ના એક ના એક ના દીકરા વિહાન નું બસ એક જ સપનું હતું , કે એ વિદેશ જઈ ને નોકરી કરવા ઈચ્છતો હતો. અને આખી દુનિયા ફરવા માંગતો હતો.
મમ્મી પપ્પાએ પણ એના ભણતર પર ખૂબ જ ધ્યાન આપ્યું , એની પરવરિશ માં કોઈ ખામી ન રાખી.
દરેક માતા પિતા ની જેમ તેઓ પણ ઈચ્છતા હતા કે એમનો દીકરો એના બધા જ સપના પૂરા કરે.
ગ્રેજ્યુએશન પછી એને વિદેશ માં અભ્યાસ માટે સ્કોલરશીપ પણ મળી ગઈ , પછી તો શું ,
વિહાન ને લાગ્યું જાણે એના સપના જલ્દી પુરા થઈ જશે.
બે વર્ષ ની પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ વિદેશ માં એક સારી નોકરી મળી જતા જ વિહાન તો જાણે સાતમા આસમાને ઉડવા લાગ્યો.,
વિહાન શરૂમાં એના મમ્મી પપ્પા સાથે દર બે દિવસે વાત કરી લેતો હતો , પણ હવે તે દર રવિવારે ફોન કરતો.
અને મેસેજ નો જવાબ પણ બે દિવસ પછી દેતો.
પપ્પાએ વારંવાર સમજાવવા છતાં એની એ જ દલીલ રહેતી કે ટાઇમ નથી , અહિયાં ઘણું કામ હોય છે.
મમ્મી પપ્પાને પણ લાગ્યું કે વિહાનને એની જિંદગી એના હિસાબે જીવવા દેવી જોઈએ.
વિહાન ની દોસ્તી એંજિલ નામ ની એક વિદેશી યુવતી સાથે થઈ, અને સમય જતા દોસ્તી પ્રેમ માં બદલાઈ ગઇ.
મમ્મી પપ્પાને વિહાને બધી વાત કરી. મમ્મી પપ્પાએ વિહાનના નિર્ણય ને સન્માન સાથે સ્વીકારી લીધો.
બધાની મંજૂરી થી વિહાન ના લગ્ન થઈ ગયાં અને ત્યારબાદ વિહાન એની પત્ની સાથે એક મહિનો ફરવા નીકળી ગયો .
બીજી બાજુ મમ્મી પપ્પા વિહાન ને ખૂબ જ યાદ કરતા પણ એને ક્યારેય ભારત આવવા માટે નોહતા કહેતા.
ઉમર ની સાથે સાથે વિહાન ના પપ્પા ની તબિયત થોડી નરમ ગરમ રહેવા લાગી,
મમ્મી એ ફોન પણ કર્યો પણ સમય નથી કહીને વિહાન ન આવ્યો.
છ મહિના વિતી ગયા. વિહાન અને એની પત્ની વચ્ચે કઈક અણબનાવ થવા લાગ્યા.
તો આ બાજુ પપ્પાની તબિયત પણ વધારે બગડી ગઈ.
મમ્મીએ વિહાન ને વાત કરી અને કહ્યું …” બેટા , ઘરે આવ તારી જરૂર છે. તારા પપ્પા હોસ્પિટલ મા છે.
વિહાને કહ્યું…. ” હમણાં તો અવાઈ એમ નથી , હું પૈસા ટ્રાન્સફર કરી દવ છું ”
મમ્મી ફોન મુકીને મનમાં બોલી ..” દીકરાની કમી ભલા પૈસા થોડી પૂરી કરી શકે છે ?”
વિહાન ના મમ્મી પપ્પા હવે ખુદની વધારે સંભાળ રાખવા લાગ્યા.
અને વિહાન ની રાહ જોવાની કે એની સાથે રહેવાનો ખ્યાલ પણ એમણે છોડી દીધો.
બીજીબાજુ વિહાન અને એની પત્ની વચ્ચે ઝગડા વધવા લાગ્યા અને એની પત્ની એને છોડી ને ચાલી ગઈ.
એકલતા એ એને ઘેરી લીધો એટ્લે વિહાને શરાબ નો સહારો લીધો .
પપ્પા સાથે વાત કરવા માગતો હતો પણ ક્યાં મોઢે બધી વાત કરે .
થોડા દિવસ વિતી ગયા. ઓફિસમાં વિહાનનું પરફોર્મન્સ પણ ખરાબ થવા લાગ્યું.
નોકરી પર તલવાર લટકવા લાગી. પત્નીએ પણ છુટાછેડા ની નોટિસ મોકલી દીધી.
વિહાન ને લાગ્યું કે જાણે હવે એનો અંત થઈ ગયો.
ઘરમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો.
ક્યાંક પીઝા ના બોક્સ તો ક્યાંક શરાબ ની બોટલ …! અને વિહાન સોફા પર પડ્યો હતો.
એટલા માં ડોર બેલ વાગી.
એણે જેમ તેમ ઊભા થઈ ને દરવાજો ખોલ્યો અને જોયું તો એના મમ્મી પપ્પા ઊભા હતા.
વિહાન પપ્પા ને ગળે વળગી ને ખૂબ રડ્યો અને મમ્મી ને વળગી ને બોલ્યો..
” મમ્મી, હું સારો દીકરો નથી. મે ક્યારેય તમારી કદર ના કરી. પપ્પા બીમાર હતા છતાં પણ ન આવ્યો.બસ મને તો મારી જ પડી હતી, હું સ્વાર્થી બની ગયો હતો ..
મમ્મી એ દીકરા ને માથે હાથ મૂક્યો અને બોલી.. ” બેટા , દરેક માતા પિતા ઈચ્છતા હોય છે કે એના સંતાન હમેંશા સુખી રહે.”
પપ્પા એ દીકરા ને કહ્યું .” અરે ! તારો બાપ હજુ જીવે છે, રડે છે સુકામે .
ભલે તારી મમ્મી તને વધારે વ્હાલી હોય પરંતુ હું પણ તને ઓછો પ્રેમ નથી કરતો.
બસ એક બાપ ને પ્રેમ દર્શાવતા નથી આવડતું,
તુ હવે અહીથી નીકળવાની તૈયારી કર. , થોડા દિવસ આપણા ગામડે ચાલ.,
સગા સ્નેહીઓ ને મળ. તને સારું લાગશે.
” પપ્પા, એંજિલ…” વિહાને કહ્યું.
” અમને બધી ખબર છે, અમારી એની સાથે વાત થઈ ગય છે.
બેટા, તમારે બન્નેએ કોઈ નિર્ણય લેતા પહેલા એકવાર રૂબરૂ વાત કરી લેવી જોઈએ. ગેરસમજ દૂર કરવી જોઈએ,
લગ્ન એ કોઈ રમત નથી . એ પણ સાંજે આવી જશે.
અમે એને પણ સમજાવી છે કે તમે બંને તમારા સબંધને એક મોકો આપો.
પૈસા પરિવાર ની જગ્યા ન લઈ શકે દીકરા..!” પપ્પા એ દીકરા ને સમજાવ્યો.
વિહાન ની મમ્મીએ ઘરની સાફ સફાઈ કરી અને જમવાનું બનાવ્યુ. વિહાને મમ્મી ના હાથ નું જમયું, અને સાંજે એંજિલ સાથે વાત કરી.
એ રાતે ઘણા દિવસ પછી એને શાંતિ થી નીંદર આવી. એક અઠવાડિયા ની અંદર ચારેય INDIA આવી ગયા, અને ધીમે ધીમે વિહાન અને એંજિલ વચ્ચે સુમેળ થવા લાગ્યો.
વિહાને પપ્પા ને કહ્યું..” પપ્પા, આઇ લવ યુ…હું બોવ ખરાબ દીકરો છું..જ્યારે તમારે મારી જરૂર હતી ત્યારે હું નોહતો , પણ તમે હમેંશા મારી સાથે જ હતા.”
પપ્પા બોલ્યા ..” બેટા, માતા પિતા ભલે સંતાન થી દુર રહે કે સાથે પણ એના આશીર્વાદ સદાય સાથે જ હોય છે.
મિત્રો તમારું આ વાર્તા વિશે શું કહેવું છે નીચે કમેંટ કરીને જરૂરથી જણાવજો………