સફળતા મેળવવી હોય તો આ સ્ટોરી અંત સુધી જોજો જુનુન આવી જશે..
મનોજ અને વિમલ બંને પાકા મિત્રો હતા સ્કૂલ અને કોલેજ બન્ને માં સાથે જ હતા અને સાથે જ બંનેએ ડિગ્રી પૂર્ણ કરી
બંનેની કિસ્મત સારી હતી કે બંને સાથે જ એક સારી એવી કંપનીમાં નોકરી મળી ગઈ ,
મનોજ અને વિમલ બંને મહેનતુ હતા કંપનીનો માલિક બંનેના કામથી ખુશ હતો
બંનેના પાંચ વર્ષ પુરા થયા આ કંપનીમાં, પાંચ વર્ષ પછી માલિકે મનોજને મેનેજરની પોસ્ટ આપી દીધી અને વિમલ ને સામાન્ય પગાર વધારો,
પોતાના મિત્રને મેનેજરની પોસ્ટ મળી ગઈ એ જોઈને વિમલ ખુશ થતો હતો પરંતુ સાથે સાથે દુઃખી પણ હતો કે બંને એક સરખું કામ કરતા, છતાં મનોજ ને જ કેમ મેનેજર તરીકે પસંદ કરવામાં આવ્યો,
એક દિવસ ખૂબ જ ગુસ્સે થતો વિમલ ઓફિસે આવે છે અને માલિક પાસે જઈ પોતાની નોકરી માંથી રીઝાઇન આપવાની વાત કરે છે ઓફિસના માહોલ બદલાઈ ગયો કે આટલો અનુભવી અને મહેનતુ માણસ અચાનક રીઝાઇન શા માટે આપે છે,
વિમલ ગુસ્સામાં ને ગુસ્સામાં માલિકને કહે છે “તમને મહેનતું માણસ ની કદર જ નથી, ખાલી ચાપલુસ લોકોને જ તમે મેનેજર બનાવો છો,
કંપનીના માલિકે શાંત સ્વભાવે કહ્યું “ચલ, હું તને બતાવું કે મનોજ ને જ મેનેજરની પોસ્ટ શા માટે આપી?
એક પ્રયોગ કરીએ સૌથી પહેલા તું એક કામ કર બજારમાં જઈને જોઈ આવ કોઈ લારીવાળો સફરજન વહેંચે છે?
વિમલ બજારમાં જાય છે થોડીવાર પછી આવીને માલિકને કહે છે હા, એક માણસ સફરજન વહેંચે છે
મલિકે કહ્યું પૂછ તો શું ભાવના છે?
વિમલ ફરી જાય છે અને થોડીવાર પછી આવે છે અને માલિકને કહે છે 40 રૂપિયા કિલો.
મલિકે કહ્યું ઠીક છે એમ કહીને હવે તે મનોજ ને બોલાવે છે
અને કહે છે મનોજ જાતો બજારમાં કોઈ સફરજન વહેંચે છે?
મનોજ બજારમાં જાય છે અને પાછો આવીને માલિકને કહે છે “સર બજારમાં ફક્ત એક જ માણસ છે, જે સફરજન વેચે છે 40 રૂપિયા કિલો કહે છે, જો એક કિલો લેવા હોય તો પાંત્રીસ રૂપિયા સુધીમાં આપી દેશે, અને ૧૦ કિલો સુધી લેવા હોય તો 300 રૂપિયા એટલે કે 30 રૂપિયા કિલો ભાવ સુધી મળી શકે તેમ છે, મારી રીતે આટલો ભાવતાલ કરાવ્યો છે અને સાથે એનો ફોન નંબર પણ લઈને આવ્યો છું તમે ફોન કરો તો તમે પણ થોડો ઘણો ભાવતાલ કરાવી શકો છો.
માલિક થોડુંક મલકાઇને વિમલ ને કહે છે “જોયું વિમલ આ ફરક છે તારામાં અને મનોજ માં”
એવું નથી કે તું મને નથી બેશક તું મહેનતુ છો, પણ મેનેજરની પોસ્ટ ની વાત આવી ત્યારે મનોજ માં આ બાબતે મને લાયકાત વધુ દેખાય, મનોજ નું કોઈપણ કામ પ્રત્યે સમર્પણ એ જ એને મેનેજરની પોસ્ટ માટે હકદાર બનાવે છે,
વિમલ ને બધી જ વાત સમજાઈ ગઈ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પોતાનું રિઝાઇન પાછું લઈ લે છે અને પાછો કંપનીમાં કામે લાગી જાય છે
મિત્રો આજકાલના માહોલમાં વિમલ જેવી સમસ્યા બધે જ જોવા મળે છે,
જ્યારે કોઈ બીજા માણસની સફળતા જોઇએ ત્યારે મનમાં એમ થાય કે મહેનત તો આપણે પણ એના જેટલી જ કરીએ છીએ પરંતુ સફળ નથી થતા.
કાં તો કિસ્મત નો વાંક કાઢીએ છીએ અથવા તો લોકોને ખરાબ ગણવા માંડીએ છીએ. પરંતુ ક્યારેય સફળ માણસ અને આપણી વચ્ચેના ફરક ને સમજવાનો પ્રયત્ન નથી કરતા.
તમે મહેનત કરતા હશો પરંતુ સાચી દિશા સાચો સમય અને સાચી સમજણ થી કરેલી મહેનત જ એક દિવસ રંગ લાવે છે
બાકી મહેનત તો ગધેડાઓ પણ કરે છે પરંતુ એને લાઠી સિવાય બીજું કશું જ મળતું નથી,
પોતાની ખામીઓને શોધો, વિચારો અને સુધારો અને પછી જુઓ સફળતા જરૂર મળશે…