આખા ગુજરાતમાં ઘણા એવા મંદિરો છે જેના વિશે તમે સાંભળ્યું હશે કે ત્યાં દેવી-દેવતાઓ હાજરા હજુર . આવા મંદિરોમાં દર્શને મોટી સંખ્યામાં ભક્તોની મોટી ભીડ જામે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ લઈને તેમના જીવનમાં એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે
આજે આપણે આવા જ એક મેલડી માતાજીના મંદિર વિષે વાત કરીશુ.આમ તો મેલડી માતાજી એક જ છે પણ તેમને અલગ અલગ જગ્યાએ એમના પરચા આપ્યા છે . જસદણ જિલ્લાના ગઢડીયા ગામે આકાશી મેલડી માતાજીનું એક મંદિર આવેલું છે અને કહેવાય છે કે આ મંદિરમાં માતાજી હાજરા હજુર બિરાજમાન છે.
રવિવારમાં દિવસે માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. જ્યારે જ્યારે ભક્તોના જીવનમાં કોઈ તકલીફ જણાય છે ત્યારે ત્યારે ભક્તો માતાજીના આંગણે એમના દર્શન કરવા આવે છે
જો મંદિર વિષે વાત કરવામાં આવે તો આ મંદિર હાઈવેની વચ્ચે જ છે. તમને જણાવી દઈએ કે અહીંયા ૧૪ વર્ષ પહેલા રોડ બનતો હતો અને એ સમયે આ મંદિર રસ્તા પર હતું એટલે પણ ગામના લોકોને માતાજીમાં અતૂટ શ્રદ્ધા હતી.એટલે તેઓએ અહીંયા મંદિર રહેવા દેવાની વાત કરી હતી.
માતાજીના આ મંદિરમાં રોજે રોજ તાવા થાય છે અને માતાજી એમના બધા ભક્તોની તકલીફ દૂર કરે છે