આઈએએસ ટીના ડાબી હાલના દિવસોમાં પોતાની પર્સનલ લાઇફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. ટીના જલ્દી જ આઈએએસ પ્રદીપ ગવંડે સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહી છે. ટીના અને પ્રદીપની સગાઈ થઈ ગઈ છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ટીના ડાબી અને પ્રદીપના લગ્ન 20 એપ્રિલે થશે અને 22 એપ્રિલે જયપુરમાં ગ્રાન્ડ રીસેપ્શન થશે. લગ્નની ખબરો વચ્ચે હવે હર કોઈ ટીના ડાબી વિશે વધુ જાણવા માંગે છે. પણ આજે અમે તમને ભારતની એ મહિલા આઈએએસ અને આઇપીએસ અધિકારીઓના નામ જણાવીશું જે સુંદરતાની બાબતમાં ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. ખાસ વાત એ છે કે આ અધિકારીઓના કામને પીએમ મોદી પણ પસંદ કરે છે. આ લિસ્ટમાં ટીનાનું નામ પણ સામેલ છે.
ટીના ડાબી :
ટીના ડાબી વર્ષ 2016માં સિવિલ સેવા પરીક્ષાની ટોપર રહી છે. ટીનાએ આ પરીક્ષામાં ફક્ત 22 વર્ષની ઉંમરે ટોપ કર્યું હતું. આઈએએસ એક્ઝામ ટોપ કર્યા પછી એ દેશભરની છોકરીઓ માટે રોલ મોડલ બની. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર પણ એમને લાખો લોકો ફોલો કરે છે. જો કે પોતાના લગ્નની ઘોષણા કર્યા બાદ ટીનાએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરી દીધું છે. પણ એમના ઘણા ફોટા ફેનપેજ પર વાયરલ છે
સ્મૃતિ ચરણ :
સ્મૃતિ ચરણે 2012માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. એ પછી એ દેશભરમાં સેન્સેશન બની ગઈ હતી. સ્તુતિના ટેલેન્ટની સાથે સાથે સુંદરતાના પણ ખૂબ જ વખાણ થયા.એ ભારતની સૌથી સુંદર મહિલા આઇપીએસ ઓફીસર તરીકે પણ ઓળખાય છે
કંચન ચૌધરી ભટ્ટાચાર્ય :
હિમાચલની રહેવાસી કંચન ચૌધરી ભટ્ટાચાર્ય પોલીસ મહાનિદેશક બનનારી પહેલી મહિલા આઇપીએસ અધિકારી રહી છે. એ 1973 અને 2007ની વચ્ચે એક આઇપીએસ અધિકારી હતી. એમને દિલ્લીના ઇન્દ્રપ્રસ્થ કોલેજથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પુરી કરી. જો કે હવે કંચન રાજનીતિમાં સક્રિય છે. એ આમ આદમી પાર્ટીની સભ્ય છે
મીરા બોરવણકર :
1981 બેચની આઇપીએસ અધિકારી મીરાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એ પંજાબ સાથે સંબંધ ધરાવે છે અને પોતાના કામની સાથે સાથે સુંદરતાના કારણે પણ ચર્ચામાં રહે છે. મીરા બોરવણકરને લેડી સુપરકોપના નામે પણ ઓળખવામાં આવે છે. એ દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજન ગેંગના સભ્યોને અરેસ્ટ કરવાના કારણે લાઇમલાઈટમાં આવી ચૂકી છે. એટલું જ નહીં એમને વર્ષ 1994માં જલગાવમાં એક સેક્સ સકેન્ડલનો પણ ખુલાસો કર્યો હતો. બૉલીવુડ ફિલ્મ મર્દાની પણ એમની પ્રોફેશનલ લાઈફ પર આધારિત છે.