આખરે શામાટે સાસુ સસરા એ દીકરા અને વહુ થી અલગ રહેવા ની જીદ કરી। વાર્તા સાંભળીને તમે રડી પડશો।
દીકરી એન્જિનિયરિંગ નું ભણી ને જોબ પર લાગી ગઈ હતી અને દીકરો પણ C.A નો અભ્યાસ કરતો હતો.
તિવારી જી ના પત્ની ઉષા જી એક સુલઝી સમજદાર મહિલા હતા. તેઓ એક પ્રાઇવેટ કંપની મા કામ કરતા હતા. એમણે છોકરાઓ ને લગભગ બધી આઝાદી આપી હતી કે તેઓ પોતાના જીવન ના નિર્ણય સ્વયં લઇ શકે.
તનવી માટે લગ્ન ના માંગા આવવા લાગ્યાં અને સારું ઘર મળતા જ એના હાથ પીળા કરી દીધા . તનવી સાસરિયા માં ઘણી ખુશ હતી.
થોડા સમય પછી આશિષ ને બીજા શહેર (પુણે) માં જોબ મળી ગઈ. જોબ ખૂબ સરસ હતી. તિવારી જી ને રિટાયરમેન્ટ નો સમય થઈ ગયો હતો.
તિવારી જી જ્યારે રિટાયર્ડ થયા ત્યારે એક મોટી ધનરાશિ એમના બેંક માં જમા થઈ ગઈ.
એમણે દીકરા આશિષ ને કહ્યું..”બેટા,હવે તું પુણે માં જોબ કરે છે તો બહેતર છે કે તું એજ શહેર માં મકાન ખરીદી લે. હું તને રૂપિયા આપુ છું અને થોડીક તું લોન લઈ લે.”
આશિષ એ કહ્યું.. “પપ્પા, તમે ચિંતા ના કરો, હું થોડા વર્ષ પછી ઘર લઇ લઈશ.”
પણ મમ્મી પપ્પા નો સુઝાવ હતો કે દિકરો ભલે નાનું પણ પોતાનું ઘર ખરીદી લે.
એક વર્ષ ની અંદર એણે પુણે માં એક ઘર લઇ લીધું. મમ્મી પપ્પા, તનવી અને એનો પતિ બધા પુણે આવ્યા. ખૂબ સુંદર સોસાયટી મા પ્યારું એવું ઘર હતું.
તનવીએ ભાઈ ને કહ્યું… “ભાઈ, હવે તો ઘર છે,જોબ પણ સારી છે તો લગ્ન વિશે શું વિચાર છે ?”
આશિષ કઈક શરમાઈ ગયો.
મમ્મીએ આશિષ ની આંખો માં જાણે જોઈ લીધું તે બોલી…”બેટા,કોઈ પસંદ હોય તો અચકાતો નહી, અમને કહેજે.અમને કોઈ વાંધો નથી.”
આશિષ એ મમ્મી ને કહ્યું કે ઓફિસ માં એની સાથે કામ કરતી રાધિકા એને પસંદ છે.
મમ્મી પપ્પા એ બીજે દિવસે રાધિકા ના ઘરે ફોન કરી રાધિકા ના પપ્પા સાથે વાત કરી અને બંને પરિવાર બે દિવસ પછી મળ્યા.
રાધિકા આશિષ ની જોડી ઘણી સુંદર હતી. બંને પરિવાર ની સહમતિ થી સબંધ નક્કી થઈ ગયો અને ચાર મહિના પછી લગ્ન નું મુહર્ત પણ જોવડાવી લીધું.
આશિષ ના મમ્મી પપ્પા નું ઘર નાસિક માં હતું. બંને ઘણા સક્રિય હતા, સ્વાસ્થ્ય બાબતે પણ સજાગ હતા.
આશિષે પોતાની મમ્મી ને કહ્યું.. “મમ્મી,તમે અને પપ્પા હવે નાસિક છોડી દો. અહી આવી ને રહો. બધા સાથે રહેશું ખૂબ સારું રહેશે.”
દીકરાની વાત સાંભળી મમ્મી ના ચહેરા પર સ્મિત આવી ગયું. તે બોલી…” હા, બેટા જરૂર , પણ પહેલા તું અને રાધિકા તમારા નવા જીવન ની શરૂઆત તો કરો.”
ખૂબ ધૂમધામ થી એના લગ્ન થયા, બંને નું વૈવાહિક જીવન આરંભ થયું.
રાધિકાએ આશિષ ને પૂછ્યું.. “શું મમ્મી-પપ્પા હમેંશા નાસિક માં રહેશે ??અહી પુણે નહી આવે ??”
આશિષએ જવાબ આપ્યો… “રાધિકા,કદાચ એમને ત્યાં વધારે ગમે છે. એમના દોસ્તો અને સબંધીઓ પણ ત્યાં છે.આમ તો મે એમને ઘણી વાર કહ્યું કે અહી આપણી સાથે રહે પણ..
એમણે વાત ટાળી દીધી.
રજાઓ માં , તહેવાર સમયે તેઓ એકબીજા ને મળતા. રાધિકા ને સાસુ સસરા નો સ્વભાવ ખૂબ ગમતો કેમ કે તેઓ વડીલ તરીકે સારી સલાહ અવશ્ય દેતા પરંતુ ક્યારેય દખલગિરી કરતા નહી.
ત્રણ વર્ષ પછી રાધિકા એ ઘરમાં નાનકડા મહેમાન આવવાની ખુશખબરી આપી.
હવે તો મમ્મી પપ્પા ની ખુશી નો પાર ના હતો.
રાધિકા ના પપ્પા એ આશિષ ના પપ્પા ને ફોન કર્યો અને કહ્યું..” જી, અભિનંદન ! દાદાજી બનવાના છો તમે.હવે તો તમારે પુણે આવવું પડશે.રાધિકા ને પણ તમારી સાથે ગમે છે પછી તમે કેમ નથી આવતા.”
આ વખતે આશિષ,રાધિકા અને તનવી બધા પાછળ જ પડી ગયા કે એમણે હવે નાસિક છોડી પુણે આવવું જોઈએ.
તિવારી જી અને એમના પત્નીએ પણ હવે પુણે જવા માટે નક્કી કરી લીધું હતું.
નાસિક નું ઘર એમણે વેચી દીધું અને પુણે શિફ્ટ થવાની તૈયારી કરવા લાગ્યા.
રાધિકા અને આશિષ ઘણા ખુશ હતા.
લગભગ પાંચ મહિના પછી નાસિક થી એમનો સામાન ટ્રાન્સપોર્ટ માં પુણે આવી ગયો.
તિવારી જી અને એમના પત્ની પણ પુણે જવા ટેક્સી માં નીકળી ગયા, સાથે તનવી પણ હતી.
આશિષ અને રાધિકા એમની રાહ જોતા હતા. ટેક્સી જોતા જ તેઓ ખુશી થી ઝૂમી ઉઠ્યા.
પાછળ થી ટ્રક આવ્યો તો આશિષ આશ્ચર્ય થી બોલ્યો.. અરે! આ કોનો સામાન છે ??”
મમ્મી એ કહ્યું..” બેટા, આપણો જ છે.”
” અરે! પણ બધો સામાન તો છે અહીંયા, પછી…”આશિષ આશ્ચર્ય થી બોલ્યો.
” સર સામાન ક્યાં ઉતારવાનો છે ?” ટ્રક વાળા એ પૂછ્યું.
” બસ,આગળ ની બિલ્ડિંગ માં ઉતારો, B – ૩૦૪ નંબર નું ઘર છે.” પપ્પાએ જવાબ આપ્યો.
” પપ્પા, B નહી A માં છે ઘર.”આશિષે કહ્યું.
આશિષ, મમ્મી પપ્પાએ બી બિલ્ડિંગમાં ઘર ખરીધું છે. તનવીએ રાજ ખોલ્યુ.
“એનો મતલબ તમે અમારી સાથે નઈ રહો??” રાધિકાએ ઉદાસ થઈ પૂછ્યું.
” બેટા, અમે અહીંયા જ છીએ, તમારી સાથે જ,બસ એક બિલ્ડિંગ દૂર ” મમ્મીએ વહુ ને ગળે લગાવતા કહ્યું.
“પપ્પા, તમે આવું કેમ કર્યું ?? શું આપણે લોકો સાથે ના રહી શકીએ??”આશિષે કહ્યું.
” હવે ,બાકી વાતો ઘરે કરીશું, પહેલા સામાન મુકાવી દઈએ.” પપ્પાએ બધાને કહ્યુ.
સાંજે બધા સાથે બેઠા.
“આશિષ, મમ્મી પપ્પાએ આ નિર્ણય ખૂબ સમજી વિચારી ને લીધો છે, મને પણ તેમનો નિર્ણય યોગ્ય લાગ્યો. ગઈ વખતે જ્યારે પપ્પા કઈક કામ છે કહી ને પુણે આવ્યા હતા ત્યારે આ જ કામ હતું. એમણે તને અને રાધિકાને નહોતું કહ્યું કારણ કે તેઓ ને ખબર હતી કે તમે લોકો માનશો નહીં.” તનવી એ ભાઈ ને સમજાવ્યો.
” બેટા,આટલા વર્ષથી અમે અમારી રીતે જીંદગી જીવ્યા છીએ, તમે લોકો પણ તમારી રીતે જીવો છો. બની શકે જો આપણે સાથે રહીએ તો આપણી વચ્ચે કોઈ પરેશાની કે મતભેદ થાય અને નાની નાની વાતો માં લડાઈ ઝગડો થાય. આ બધું ના થાય એટલે અમે એક અલગ ઘર ખરીદી લીધું જેથી અમે તમારી સાથે પણ રહીએ, તમારી નજીક રહીએ અને બધા ખુશ રહીએ. રાધિકાની ડિલિવરી સારી રીતે થઈ જશે અને અમારો પૌત્ર કે પૌત્રી અમારી સામે મોટા થશે. પરંતુ રોજિંદી આપણી આદતો એકસરખી ના હોય શકે, એટલે સારું છે કે આપણે અલગ અલગ રહીએ. અમે ઇચ્છીએ છીએ કે તમે આગળ નું જીવન તમારી રીતે જીવો, તમારી જીંદગી નો દરેક નિર્ણય તમે તમારી મરજી થી લો. અમે તમારી સાથે છીએ, જ્યારે પણ તમને લાગે કે તમારે મમ્મી પપ્પા ની જરૂરત છે તમે બેશક અમને વાત કરી શકો છો.” મમ્મીએ દીકરા આશિષ ને ખૂબ પ્રેમ થી સમજાવ્યો.
રાધિકા ની આંખો માં આંસુ હતા. રાધિકા ની ઈચ્છા હતી એના સાસુ સસરા એમની સાથે રહે પણ સાસુ સસરા ની સમજદારી ભરી વાત સાંભળી એને પણ એમનો આ નિર્ણય યોગ્ય લાગ્યો.
ત્યાં તનવી બોલી પડી.. “આજે આપણે બધા સાથે છીએ, આટલો મોટો દિવસ છે હું ફઈ બનવાની છું, હવે બધા લોકો ઈમોશનલ થવાનું બંધ કરો અને ચલો સેલિબ્રેટ કરો.” એણે ભાઈ ના માથે ટપલી મારતાં કહ્યું.. “અરે! બહેન ઘરે આવી છે, આજે તો કઈક સારું જમવાનું ઓર્ડર કર ભાઈ.”
આશિષ એ બહેન ને ગળે લગાવી અને મમ્મી પપ્પા ની આંખો માં જોઈ જાણે કહેતો હોય..કદાચ એમણે જે નિર્ણય લીધો એ સાચો જ લીધો.
રાધિકા સાસુ ને ગળે વળગી ગઈ.