ભારતે શુક્રવારે શ્રીલંકાને માનવીય મદદનો એક મોટો જથ્થો સોંપ્યો. એની કિંમત શ્રીલંકાના રૂપિયામાં 300 કરોડથી વધુ છે. આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં જરૂરી ચીજવસ્તુઓની ભારે અછત છે. આ માલ શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલે પાસેથી પ્રાપ્ત થયો હતો, જેમાં આરોગ્ય પ્રધાન કેહલિયા રામબુકવેલા, વેપાર પ્રધાન નલિન ફર્નાન્ડો અને સંસદના અન્ય સભ્યોએ મદદ કરી હતી.
આ જથ્થામાં ભારતીયો તરફથી દાન આપવામાં આવેલા 14,700 મેટ્રિક ટન ચોખા, 250 મેટ્રિક ટન મિલ્ક પાઉડર, 38 મેટ્રિક ટન દવાઓ વગેરે છે. ભારતીય ઉચ્ચાયુક્તએ કહ્યું કે માનવીય મદદ ભારત અને શ્રીલંકાના લોકોના અંદરોઅંદરના લગાવ અને શ્રીલંકાના લોકોની ભલાઈ માટે એમની ચિંતાનું પ્રતીક છે.
જલ્દી જ શ્રીલંકા સરકાર આ સામાન જરૂરિયાતમંદ સુધી પહોંચાડશે. ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ વિનય કવાત્રાના નેતૃત્વ હેઠળના અધિકારીઓના પ્રતિનિધિમંડળના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંહને મળ્યાના એક દિવસ પછી આ મદદ સોંપવામાં આવી છે