આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે સન ડે હો યા મન ડે, રોજ ખાઓ અંડે. કારણ કે ઈંડા ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઈંડાને લઈને લોકોના મનમાં એક પ્રશ્ન ઘણા સમયથી છે કે તે વેજ છે કે નોન-વેજ. જે લોકો નોન-વેજ ખાય છે તેમને ઈંડા ખાવામાં કોઈ તકલીફ નથી પડતી અને તેઓ તેને ખાય છે, પરંતુ શાકાહારી વ્યક્તિ હંમેશા દુવિધામાં રહે છે આજે અમે તમારી આ મૂંઝવણને સમાપ્ત કરવાનો પ્રયાસ કરીશું. અમે તમારા પ્રશ્નનો જવાબ આપીશું કે ઇંડા શાકાહારી છે કે માંસાહારી, કારણ કે વૈજ્ઞાનિકોને હવે આ મોટા પ્રશ્નનો જવાબ મળી ગયો છે. આ પહેલા વિજ્ઞાનીકોઈ પહેલા ઈંડુ આવ્યું કે મરઘી ? આ પ્રશ્નનો જવાબ પણ શોધી લીધો હતો. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે દુનિયામાં મરઘી પહેલા આવી અને ઈંડું પછી આવ્યું. તેવી જ રીતે હવે આ સવાલનો જવાબ પણ મળી ગયો છે.
કેટલાક લોકો માને છે કે મરઘી ઇંડા મૂકે છે, તેથી તે માંસાહારી છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ તેનો જવાબ શોધી કાઢ્યો છે. આ સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોએ એક થિયરી આપી છે. પરંતુ ઘણા લોકો આ થિયરીને ખોટી માને છે.
શાકાહારી લોકો માને છે કે મરઘી ઇંડા મૂકે છે, તેથી તે માંસાહારી છે. આ વાતને ખોટી સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોએ દલીલ કરી છે કે દૂધ પણ તો પશુમાંથી જ આવે છે તો તે શાકાહારી કેવી રીતે થયું
ઘણા લોકો માને છે કે મરઘી જે ઈંડા મૂકે છે તેમાંથી બચ્ચાઓ બહાર આવે છે, જેના કારણે તે માંસાહારી બની ગયું છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ તમામ ઇંડા અન ફર્ટિલાઈઝડ હોય છે. વાસ્તવમાં આ ઈંડામાંથી બચ્ચાઓ નીકળતા નથી
લોકોના આ કન્ફ્યુઝનને દૂર કરવા માટે વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન દ્વારા આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કર્યો છે. લોકો આ તર્ક સ્વીકારે તો ઈંડા શાકાહારી થઈ ગયા. ઈંડાની અંદર ત્રણ સ્તરો હોય છે. પ્રથમ સ્તર છાલનું હોય છે, બીજું સફેદ અને ત્રીજું સ્તર ઇંડા જરદીનું છે. જરદી પીળા રંગની હોય છે.
ઈંડા પર એક રિસર્ચ કરવામાં આવ્યું છે, જે મુજબ તેની સફેદીમાં પ્રોટીન જોવા મળે છે, જેમાં જાનવરનો કોઈ ભાગ સામેલ નથી. તેથી, તકનીકી રીતે કહીએ તો, એગ વ્હાઇટ એટલે કે ઈંડાની સફેદી શાકાહારી છે. જેમ ઈંડાની સફેદીમાં પ્રોટીન હોય છે, તેવી જ રીતે જરદીમાં પણ પ્રોટીન જોવા મળે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ અને ફેટ પણ જોવા મળે છે.
જ્યારે મરઘી અને મરઘો સંપર્કમાં આવે છે, ત્યારે ઇંડા બહાર આવે છે. તેમાં ગેમેટ કોષો હોય છે, જે ઇંડાને માંસાહારી બનાવે છે. પરંતુ બજારમાં મળતા ઈંડામાં આવું નથી હોતું.
મરઘીઓ છ મહિના પછી ઇંડા આપવાનું શરૂ કરે છે અને એક કે દોઢ દિવસમાં ઇંડા મૂકે છે. જે મરઘીઓ મરઘના સંપર્ક કર્યા વિના ઇંડા મૂકે છે તેને અનફર્ટિલાઈઝડ એગ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ઈંડામાંથી બચ્ચાઓ બહાર નીકળી શકતા નથી. એટલા માટે જે ઈંડા બજારમાં મળે છે તે શાકાહારી જ છે