ગેસ સિલિન્ડરના ભાવ વધારા બાદ ફરી એકવાર સામાન્ય માણસે પોતાના ખિસ્સા ઢીલા કરવા પડશે. ભારતની અગ્રણી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ આજે બિન-સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.
રિપોર્ટ અનુસાર, આ વધારા બાદ ગુજરાતમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1,060.50 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદની વાત કરીએ તો અહીં LPG સિલિન્ડરની કિંમત 1,060 છે.
ગુજરાતના અન્ય શહેરોમાં ભાવ શું છે?
એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 50ના વધારા બાદ ગુજરાતમાં એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. 1,060.50, ગાંધીનગર રૂ. 1060.50, અમદાવાદ રૂ. 1060, ભરૂચ રૂ. 1059, ભાવનગર રૂ. 1061, છોટા ઉદેપુર રૂ. 1067, રાજકોટ 1067 રૂ. રૂ.1058, વડોદરા રૂ.1059, પોરબંદર રૂ.1074, નવસારી રૂ.1061.50, મહેસાણા રૂ.1061, કચ્છ રૂ.1073.
દેશના અન્ય શહેરોમાં ભાવ શું છે?
દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે. અન્ય મેટ્રોમાં, બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમત કોલકાતામાં રૂ. 1079, મુંબઇમાં રૂ. 1052.50 અને ચેન્નાઇમાં રૂ. 1068.50 છે. મે પછી એલપીજીના ભાવમાં આ ત્રીજો અને આ વર્ષે ચોથો વધારો છે.