તિરુપતિ બાલાજી મંદિર એ પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તિરૂપતિ ભારતના સૌથી પ્રસિદ્ધ તીર્થ સ્થળ માંથી એક માનવામાં આવે છે. તેમજ આ મંદિર જેટલું પ્રાચીન છે એટલું જ ધનવાન પણ છે. આ મંદિરમાં શ્રધ્ધાળુઓ દ્વારા રોજ કરોડો રૂપિયાનો ચઢાવો ચઢાવવામાં આવે છે. અને આ મંદિરના ઘણા રહસ્યો પણ છે, જેની પરથી હજી પડદા નથી ઉઠયા. આજે અમે તેમને આ લેખના માધ્યમથી આ મંદિર સાથે જોડાયેલા અમુક રહસ્યો વિષે જાણકારી આપવાના છીએ, જેને જાણ્યા પછી તમે પણ ચકિત થઈ જશો.
આંધ્રપ્રદેશના તિરુપતિ ખાતે આવેલા તિરુપતિ બાલાજીના દુનિયાના હિન્દુઓના સૌથી વૈભવી મંદિર પાસે 9,000 કિલોથી વધુ સોનું છે. આ માહિતી અધિકારીઓએ આપી. શ્રી વેંકટેશ્વર મંદિરના મેનેજર તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી)નું 7,238 કિલો સોનું વિવિધ ડિપોઝિટ યોજનાઓ હેઠળ દેશની બે રાષ્ટ્રીયકૃત બેન્કો પાસે જમા છે. ટીટીડીના ખજાનામાં 1,936 કિલો સોનું છે, જેમાં પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી ગયા મહિને પાછા મેળવાયેલા 1,361 કિલો સોનાનો સમાવેશ થાય છે. પીએનબીએ આ સોનું ત્રણ વર્ષની ડિપોઝિટ યોજનાની પરિપક્વતા મુદત પૂરી થયા પછી પાછું આપ્યું હતું.
તિરુપતિ બાલાજીનું મંદિર સૌથી ધનાઢ્ય મંદિરોમાંથી એક છે. અહી વર્ષે કરોડો રૂપિયાનું દાન કરવામાં આવે છે આ મંદિર વાસ્તુકલા નો ઉત્તમ નમુનો છે. આ મંદિર સાત પહાડોની સાથે મળીને તિરુપતિ પહાડ પર સ્થિત છે. કહેવામાં આવે છે કે તિરુપતિના પહાડો વિશ્વમાં બીજા નંબરના સૌથી પ્રાચીન પહાડો છે. ભગવાન વેન્કટેશ્વરને વિષ્ણુજી નો અવતાર માનવામાં આવે છે. મંદિર સાથે અમુક એવી ખાસ વાતો જોડાયેલ છે જેણે તમે નથી જાણતા. તો ચાલો જાણીએ….
કઈ બેન્કમાં કેટલું સોનું :
મંદિરનું 1,311 કિલો સોનું 2016માં પીએનબી પાસે જમા કરાવ્યું હતું. બેન્કે વ્યાજમાં 70 કિલો સોનાની સાથે જમા સોનું પણ પાછું આપ્યું હતું. ટીટીડીએ જણાવ્યું કે તેનું 5,387 કિલો સોનું ભારતીય સ્ટેટ બેન્કમાં જમા છે અને 1,938 કિલો સોનું ઈન્ડિયન ઓવરસીસ બેન્ક પાસે જમા છે. છેલ્લા બે દાયકાથી ટીટીડી પોતાનું સોનુ અનેક સરકારી બેન્કોમાં વિવિધ યોજનાઓ હેઠળ જમા રાખે
દાનની દ્રષ્ટિએ સૌથી ધનિક મંદિર :
આંધ્રપ્રદેશનું તિરુપતિ મંદિર પદ્મનાભ મંદિર પછી ભારતનું બીજું ધનવાન મંદિર છે. દાન મેળવવાની દ્રષ્ટિએ તે વિશ્વનું સૌથી ધનિક મંદિર હોવાનું કહેવાય છે. ભગવાન વેંકટેશ્વરનું આ મંદિર સમુદ્ર સપાટીથી 2800 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. મંદિરની માસિક આવક 200 થી 220 કરોડ હોવાનું કહેવાય છે.
* ભગવાન શ્રીષ્ણ અને વિષ્ણુને તુલસી ખુબ પ્રિય માનવામાં આવે છે. તેથી તેમની પૂજામાં તુલસીના પાનનું વધારે મહત્વ છે. અન્ય વૈષ્ણવ મંદિરોની જેમ જ અહી ભગવાનને દરરોજ તુલસીના પાન ચઢાવવામાં આવે છે, પરંતુ, આ તુલસીના પાનને ભક્તોમાં નથી વહેચવામાં આવતા. મંદિરમાં પૂજા બાદ તુલસીના પવિત્ર પાનને મંદિરના પરિસરમાં રહેલ કૂવામાં નાખી દેવામાં આવે છે.
* તિરૂપતિ વેંકટેશ્વર મંદિર દરિયાની સપાટીથી લગભગ 3200 ફૂટની ઊંચાઇએ તિરુમલાની પહાડીઓ પર બનેલ છે. આ મંદિરનું સૌથી મોટું આકર્ષક છે. આના સિવાય આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અને શિલ્પકલાનો ઉત્તમ નમુનો છે.
* આ મંદિરમાં વર્ષોથી એક દીવો જગે છે, કોઈને નથી ખબર કે આને ક્યારે સળગાવવામાં આવ્યો હતો.
* આ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર ની પ્રતિમા પર લાગેલ વાળ તેમના અસલી વાળ છે. એવું માનવામાં આવે છે કે આ વાળમાં ક્યારેય ગુચ નથી થતી અને હંમેશાં મુલાયમ જ રહે છે.
* મંદિરમાં બાલાજીના દિવસમાં ત્રણ વાર દર્શન થાય છે. ભગવાન બાલાજીની આખી મૂર્તિના દર્શન ફક્ત શુક્રવારે સવારે અભિષેકના સમયે થાય છે.
* ભગવાન વેંકટેશ્વરના ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહી આવીને વાળ અર્પણ કરે છે. આમ કરીને તેઓ ભગવાન વિષ્ણુના અવતાર એટલેકે વેંકટેશ્વરની આર્થિક મદદ કરે છે. જેથી તે કુબેર પાસેથી લીધેલ ઉધાર ઘન ચૂકાવી શકે.