ભક્તિનું રસપાન કરાવે એવા ઘણા કથાકારો ગુજરાતમાં છે. જેમની કથા સાંભળી ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે, આજે આપને આવા જ એક કથાકાર ગીરીબાપુના જીવન વિશે જણાવીશુ. ગીરીબાપુ શિવ કથા કરે છે અને ગીરીબાપુનો જન્મ આમરોલી ગામમાં અતિત સાધુના ઘરે થયેલો એટલે કે જન્મથી જ તેઓ બાપુ હતા.
ગીરીબાપુ શિવ કથા કરવા માટે જાણીતા છે, તેઓ શિવપુરાણનું કથન ભક્તો સમજી શકે તેવી સરળ ભાષામાં કરે છે. તમને જણાવી દઈએ કે ગીરીબાપુએ અત્યાર સુધીમાં 400થી પણ વધુ વખત શિવકથાનું પઠન કર્યું છે અને હજી આ કથા યજ્ઞ ચાલુ જ છે. ભારતમાં જ નહીં પણ ગીરીબાપુ શિવકથા કરવા માટે યુએસએ, લંડન કેનેડા જેવા અન્ય દેશોમાં પણ જાય છે.
ગીરીબાપુને બાળપણથી જ શિવ પ્રત્યે અતૂટ ભક્તિ હતી. એકવાર એક ડાયરાના કાર્યક્રમમાં માયાભાઈ આહીરે કહેલું કે , જ્યારે ગીરી બાપૂ પહેલા બોલતા ત્યારે તેમની જીભ અચકાતી હતી પરતું આજે તેમની અતૂટ ભક્તિનો પ્રતાપ તો જુઓ. ગીરીબાપુના પરીવારની વાત કરીએ તો તેમને એક દિકરો અને એક દીકરી છે.
શિવકથા કહેતી વખતે બાપુ મહાદેવના અનેક દિવ્ય પ્રસંગોનું વર્ણન લોકો સમક્ષ ખૂબ જ સરસ રીતે કરે છે જેનાથી લોકોને રોજબરોજના જીવનમાં કઈક શીખ મળે. તેમની કથામાં શ્રોતાઓને આનંદ આવી જાય છે અને ભક્તિમાં લીન બની જાય છે. પૂજ્ય ગીરીબાપુ ખૂબ જ પ્રેમાળ અને દયાળુ સ્વભાવના છે. ગીરીબાપુ કથાની સાથે સાથે અન્ય સામાજિક પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે.
પ્રકૃતિ અને સમાજની સેવા અને ઉત્થાન માટે ૐ નમઃ શિવાય ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી ઉમદા કાર્ય કરી રહ્યું છે. પૂજ્ય ગિરી બાપુના માર્ગદર્શન હેઠળ બહુ-હેતુલક્ષી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. પૂજ્ય ગિરી બાપુ દ્વારા પ્રકૃતિના પૂજન અને જતન અર્થે એક લાખ બિલ્વ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ કરાયો છે.
અનેક ગાયોનું સંવર્ધન માટે ટ્રસ્ટે એક વિશાલ ગૌ -શાળા બનાવી છે. આ ગાયોનું ધ્યાન ખુદ પૂજ્ય ગિરી બાપુ રાખતા અતિ આનંદ અનુભવે છે.