જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ ઘણું પરિવર્તન આવતું જાય છે. એવામાં હાલમાં જ એક કંકોત્રી ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાલ એક કંકોત્રી ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં એક અનોખો મેસેજ છાપવામાં આવ્યો છે.
આ કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગુજરાતીઓની કંકોત્રીમાં તમે ટહુકો તો વાંચ્યો જ હશે અને એ સાથે બીજા કેટલાક ઇમોશનલ શબ્દો પણ વાંચ્યા જ હશે. આ કંકોત્રીમાં પણ કંઈક એવા જ શબ્દો છે. ચાલો જાણી લઈએ આ કંકોત્રી વિશે વધુ વિગતો
સોશિયલ મીડિયા પર હાલ જે કંકોત્રી વાયરલ થઈ રહી છે અને હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. આમ તો રોજેરોજ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લગ્નના કાર્ડ વાયરલ થતા જ રહે છે. પણ આ કંકોત્રીનો મેસેજ અનોખો છે. આ મેસેજ જોઈને બધા એક જ વાત પૂછી રહ્યા છે કે આ ખરેખર છાપવામાં આવ્યું છે કે પછી ભૂલથી છપાઈ ગયું છે. તમે કંકોત્રીમાં ઘણા વાક્યો વાંચ્યા હશે પણ અમને વિશ્વાસ છે કે તમે આવી લાઇન તો નહીં જ વાંચી હોય
સામાન્ય કંકોત્રીની જેમ આ કાર્ડ પર લખ્યું છે પરંતુ આ કંકોત્રીમાં એક અનોખી લાઇન ઉમેરવામાં આવી છે જે દરેકનું ધ્યાન આકર્ષિત કરી રહી છે.લગ્નના કાર્ડ પર લખવામાં આવ્યું છે કે ભાજપ, અને જેજેપી આરએસએસના લોકોને આ લગ્નમાં આવવાની મંજૂરી નથી.
મળેલી માહિતી અનુસાર, આ લગ્નનું કાર્ડ હરિયાણાના ઝજ્જર નિવાસી વિશ્વ વીર જાટ મહાસભાના અધ્યક્ષ રાજેશ ધનખરે છાપ્યું છે. તેમણે ભાજપ, જેજેપી અને આરએસએસના લોકોને 1લી ડિસેમ્બરે પોતાના પરિવારમાં યોજાનાર લગ્નના કાર્ડથી દૂર રહેવાનો સંદેશો છાપ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર આ કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આનો ઘણો આનંદ લઈ રહ્યા છે અને વારંવાર એક જ સવાલ પૂછી રહ્યા છે કે એવું તે શું થયું કે તમે લગ્નના કાર્ડ પર આવા મેસેજ છાપયો છે. આ કંકોત્રી જોઈને કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે લગ્નમાં આમંત્રણ ન આપવા અને ખાવા-પીવામાં પૈસા ન ખર્ચવાનો આ ખૂબ જ સારો રસ્તો છે.
આવી કંકોત્રી ક્યાં કારણસર છાપવામાં આવી છે એ તો જાણવા મળ્યું નથી પણ આ કંકોત્રી હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે