દરેક ગુજરાતીઓને ખજુરભાઈ પર ખૂબ જ ગર્વ છે કારણ કે ગરીબ માણસો માટે ખજૂર ભાઈ દેવદૂત સમાન બની ગયા છે અને તેમને ઘણા બધા લોકોની મદદ કરી છે
ખજૂરભાઈએ અત્યાર સુધીમાં જરૂરિયાત મંદ હોય એવા લોકોને 210 ઘર બનાવી આપ્યા છે અને એમ કરીને એમને ગરીબ લોકોને આશરો આપીને તેમની મોટી મદદ કરી છે.હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યા છે જેમાં તળાજા પાસે જમણા ગામની નામ પાદરિગો ગામ એક દાદી રહેતા હતા.
જયશ્રી બેન તેમના પરિવારમાં તેમના પતિ, દીકો અને દીકરી સાથે રહે છે. દયનિય વાત એ છે કે એમના પતિ અને દીકરો માનસિક બીમાર છે. આ પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, અને એમાંય દીકરી પર એમનું આખું ઘર ચાલે છે પણ વાવાઝોડામાં તેમનું ઘર પડી ગયું હતું.
જ્યારથી વાવાઝોડામાં તેમનું ઘર પડી ગયું છે ત્યારથી તેઓ પરિવાર સાથે ઓસરીમાં જ રહેતા હતા અને તેમને રહેવા માટે નાની જ જગ્યા હતી. જ્યારે વરસાદ પડે ત્યારે તેઓ આશરો લેવા કોઈની દુકાન કે ઘરની નીચે જતા રહેતા હતા. એમની દીકરી આખો દિવસ દીકરી કામ કરે અને ૨૦૦ રૂપિયા કમાય અને એમાંથી જ પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
જ્યાંરે આ બધા વિશે ખજુરભાઈને ખબર પડી તો તેઓ સીધા પાદરી ગામે પહોંચી ગયા અને આ પીડિત પરિવારને નવું ઘર બનાવી આપ્યું અને એટલું જ નહીં એમને આ પરિવારને જરૂરી બધી જ વસ્તુઓ પણ પુરી પાડી હતી.
જ્યારે આ મકાન તૈયાર થઇ ગયું તો પરિવારે અને ગામના લોકોએ ખજુરભાઈનું જોરદાર સ્વાગત કરવાનું નક્કી કર્યું હતું. જ્યારે આ ગામમાં ખજુરભાઈ પૂજામાં હાજરી આપવા ગયા તો તેમને વધાવવા માટે આખું ગામ સામૈયું કરવા આવ્યું હતું. અને વાજતે ગાજતે ખજુરભાઈનું સ્વાગત કર્યું હતું.
એટલું જ નહીં ગામના લોકો ખજૂરભાઈની ઉચકીને રીબીન કપાવી હતી અને આ રીતે ખજૂરભાઈએ ઘરનું ઉદ્ઘાટન કર્યું હતું